દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઓફર કરી, મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી હારની જવાબદારી લીધી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ભાજપ નેતૃત્વને તેમની નાયબ મુખ્યમંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. આ પગલું તાજેતરની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનને પગલે આવ્યું છે, જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપની સંખ્યા 2019ની 23 બેઠકોથી આ વર્ષે માત્ર નવ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે અને તેની જવાબદારી લઈને હું નાયબ મુખ્યમંત્રી પદેથી દૂર થવાનું મન બનાવ્યું છે.હું ફૂલ ટાઈમ પાર્ટી માટે કામ કરવા માંગુ છું.

“હું આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને સુધારવા માટે સંગઠનાત્મક સ્તરે કામ કરવા માંગુ છું. હું મારો સંપૂર્ણ સમય સંગઠનને મજબૂત કરવા માટે ફાળવવા માંગુ છું. હું મારા કેન્દ્રીય નેતૃત્વને રાજ્ય સરકારના પદની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરવા જઈ રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here