કેન્યામાં ખાંડના વપરાશમાં ઘટાડો

નૈરોબી: વધી રહેલા ફુગાવાને કારણે કેન્યામાં ખાંડના વપરાશમાં જાન્યુઆરી અને જૂન વચ્ચે 42 ટકા જેટલો ઘટાડો થયો છે, એમ મીડિયા અહેવાલો અનુસાર. મોંઘવારીથી લાચાર ગરીબ પરિવારો ખાંડનો ઉપયોગ છોડી રહ્યા છે અથવા તો તેના પર કાપ મૂકી રહ્યા છે. આ દર્શાવે છે કે ફુગાવાએ કેન્યાના લોકો પર કેટલી ખરાબ અસર કરી છે.

National.Africa માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, કુલ માસિક ખાંડનું વેચાણ જાન્યુઆરીમાં 65,921 ટનથી ઘટીને જૂનમાં 38,102 ટન થયું હતું, જે 42.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ખાંડના ભાવ પ્રતિ 2 કિલોના રેકોર્ડ KSH 500 સુધી પહોંચી ગયા છે. શેરડીની અછતને કારણે કેન્યામાં ખાંડ મિલોને પીલાણ કરવાનું બંધ કરવાના કૃષિ અને ફૂડ ઓથોરિટીના નિર્ણયથી મિલરો તેમજ વેપારીઓને ભારે ફટકો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here