ભારતમાં કોરોનાં દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નવા કેસ ઘટીને 55,342 જોવા મળ્યા.

121

કોરોનાંને લઈને સારા સમાચાર આવ્યા છે. પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરાનાના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે જારી કરેલા આંકડા દર્શાવે છે કે ભારતે છેલ્લા 24 કલાકમાં 55,342 નવા COVID-19 કેસ ઉમેર્યા છે. દેશમાં પણ આ સમયગાળા દરમિયાન 706 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા 20 દિવસ દરમિયાન કોરોનના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. દેશનું મુખ્ય રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કેસમાં ભારે ઘટાડો નોંધાયો છે જેના પગલે કેસમાં દેશભરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

હાલ ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 71,75,880 છે જયારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62,27,295 છે જયારે હવે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા 8,38,729 રહી છે. ભારતમાં છેલ્લા 30 દિવસમાં રિકવરી રેઇટમાં પણ સારો વધારો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here