સુરત, ભરૂચ સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા

144

છેલ્લા ચાર મહિનાથી ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે ત્યારે આજે બપોરે 3,39 વાગે ફરી એક વખત ભૂકંપના આંચકો અનુભવાયો હતો. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. સુરત, ભરૂચ અને વલસાડમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 3થી 4 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો.

આ ભૂકંપના આંચકાને કારણે સુરત,ભરૂચ અને બારડોલીના લોકો બપોરે ઘરની બહાર નીકળી ગયા હતા અને ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓ પણ ચિંતામાં એક બીજાને ફોન કરવા લાગ્યા હતા.માંગરોળ, માંડવી, બારડોલી અને ઓલપાડ સહિતનાં વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના પગલે સ્થાનિકો ખાસ કરીને ઉંચા બિલ્ડિંગમાં રહેલા લોકો નીચે દોડી આવ્યા હતા. જો કે હજી સુધી ભૂકંપના કારણે કોઇ પણ વ્યક્તિનાં જાન માલના નુકસાન અંગેની કોઇ માહિતી નથી. આ અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા અધિકારીક રીતે વાતનો સ્વિકાર કર્યો હતો. 04.3ની તિવ્રતાનો ધરતીકંપ 03.40 મિનિટે અનુભવાયો હતો. જે ભરૂચની આસપાસનાં 36 કિલોમીટર વિસ્તારમાં અનુભવાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હોવાની વાત પણ બહાર આવી છે.

સુરતના ઉમરવાડા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર બિંદ મોટા માલપોર ગામે હોવાનું સામે આવ્યું હતું. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામે ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાનું અધિકારીઓએને નિવેદન આપ્યું હતું. જો કે ભૂકંપના કારણે હાઇ રાઇઝ બિલ્ડિંગમાંલોકોનાં ટોળે ટોળા નીચે ઉતરી ગયા હતા.

બીજી તરફ આણંદમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયા હતા. શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here