EDએ સિમ્ભોલી સુગરની રૂ. 110 કરોડની સંપત્તિ જપ્ત કરી

એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બેન્કની સાથે છેતરપિંડાના કેસમાં સિમ્ભોલી શુગર્સની રૂ.૧૦૯.૮૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ આ સંપત્તિ મનીલોન્ડરિંગ એક્ટ ર૦૦રના અંતર્ગત જપ્ત કરી છે. ઈડીના અનુસાર, જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં જમીન, બિલ્ડિંગ, પ્લાન્ટ અને સિમ્ભોલી સ્થિત ડિસ્ટલરી યુનિટના મશીનનો સમાવેશ થાય છે. ઈડીએ આ મુદ્દે સીબીઆઈની તરફથી એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, થોડાક દિવસો અગાઉ બેન્ક સાથે છેતરપિંડીના મુદ્દે સીબીઆઈએ સિમ્ભોલી શુગર્સના ચેરમેન ગુરમિત સિંહ માન, ઉપપ્રમુખ ગુરપાલ સિંહ અને અન્ય વિરૂધ્ધ કેસ ફાઈલ કર્યો છે. કંપની તરફતી શેરબજારને આપવામાં આવેલ સુચનામાં તેને બેન્ક પાસે ઋણ લીધુ છે જેનું તે સમયસર ચુકવણી કરી રહી છે. પરંતુ શુગર ક્ષેત્રે પ્રતિકળ પરિસ્થિતિ હોવાને કારણે તે બેન્કોને ઋણની ચુકવણીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
એફઆઈઆર મુજબ, કંપનીને ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સના તરફથી પ૭૬ર ખેડુતોની બાકી રકમની ચુકવણી કરવા માટે રૂ.૧૪૮.પ૯ કરોડની લોન આપી હતી. પરંતુ આ નાણાનો ઉપયોગ કંપનીએ અન્ય કામો માટે કર્યુ હતું. તે પછી ઈડીએ કંપનીની નોઈડા અને સિમ્ભોલી સ્થિત કાર્યાલયમાં તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here