કેરોઃ કેનાલ શુગર કંપનીએ સૌથી મોટો ખાંડ ઉત્પાદન પ્લાન્ટ શરુ કર્યો છે. પ્લાન્ટમાં લગભગ $400 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટની પ્રથમ અને બીજી લાઈન દરરોજ 18,000 ટન ખાંડની ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવી છે. આ પ્લાન્ટ ઇજિપ્તની ખાંડમાં 100% આત્મનિર્ભરતા હાંસલ કરવામાં ફાળો આપશે. કેનલ કંપની લગભગ $1 બિલિયનના રોકાણ સાથે વિશ્વની સૌથી મોટી બીટ શુગર મિલ છે. જે વાર્ષિક 900,000 ટનથી વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ ઇજિપ્તમાં ખાંડના ઉત્પાદન અને વપરાશ વચ્ચેના 75 ટકા અંતરને પૂરવામાં ફાળો આપશે, જે હાલમાં વાર્ષિક 1.1 મિલિયન ટન છે.
આ પ્લાન્ટ ખાંડની આયાતમાં વાર્ષિક 900 મિલિયન ડોલરનો ઘટાડો કરશે અને 120 મિલિયન ટન આડપેદાશોની નિકાસ કરશે. વધુમાં, તે સફેદ ખાંડનું ઉત્પાદન કરશે, કંપનીના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વાર્ષિક 216,000 ટન બીટ પલ્પ અને 243,000 ટન “મોલાસીસ”નું ઉત્પાદન કરવાનો છે, જે તમામની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટને 1952 પછી ઇજિપ્તનો સૌથી મોટો કૃષિ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ માનવામાં આવે છે, જેમાં રણની જમીનના મોટા વિસ્તારના પુનઃપ્રાપ્તિનો સમાવેશ થાય છે.