મુઝફ્ફરનગર: 8 સુગર મિલોએ 932 લાખ કવીન્ટલ શેરડી ખરીદીને બનાવ્યો નવો રેકોર્ડ

102

મુઝફ્ફરનગર જિલ્લાની 8 સુગર મિલે ચાલુ વર્ષમાં અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ જિલ્લામાં આવેલી 8 જેટલી સુગર મિલોએ આ વર્ષે 900 લાખ કવીન્ટલ શેરડીના પાકની ખરીદી ખેડૂતો પાસેથી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો તેમ એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

જિલ્લાના શેરડી ઓફિસર આર ડી દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ સીઝનમાં આ જિલ્લાની કુલ 8 સુગર મિલો દ્વારા કુલ 932.11 લાખ કવીન્ટલ શેરડી 5 મેં સુધીમાં શેરડી ખેડૂતો પાસેથી લેવામાં આવી હતી.જે મિલોએ આ શેરડીની ખરીદી કરી હતી તેમાં ખટોલી, મંસૂરપુર, ટીકોલા, મોરના, ખાઈખેડી ટીટાવી, રોહના અને બુધના એરિયામાં આવેલી મિલો સામેલ છે.તેમ દ્વિવેદીએ જણાવ્યું હતું.

આ સુગર મિલો દ્વારા શરૂઆતમાં જ શેરડીની ક્રશિંગ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી અને જ્યાં સુધી પાક ઉભો છે ત્યાં સુધી ક્રશિંગ ચાલુ રહેશે તેમ દ્વિવેદીએ જણાવ્યું હતું.

સમ્રગ રાજ્યમાં સરકારે પણ લોકડાઉનમાં સુગર મિલોને ચાલુ રહેવાની છૂટ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here