કોરાના અને ક્રૂડે ભારતીય શેર બજારને ડુબાડી દીધું: સેન્સેક્સમાં 1941 અને નિફટીમાં 538 પોઇન્ટના ગાબડાં

108

કોરોના વાયરસની વૈશ્વિક અસર અને સાઉદી અરેબિયાના કાચા તેલની કિંમતોમાં ભારે કડાકો થયા બાદ સોમવારે ભારતીય શેર માર્કેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. ખરાબ સેન્ટિમેન્ટના કારણે સેન્સેક્સ 2,500 પોઈન્ટ ગગડ્યો જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 630પોઈન્ટ સુધી પટકાયો હતો માર્કેટ બંધ રહ્યું ત્યારે થોડી રીકવર્તી જોવા અલી હતી અંકોના માધ્યમથી જોવા જઈએ તો શેર માર્કેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટું ગાબડું છે.

જ્યારે ટકાવારીના આધારે જોઈએ તો છેલ્લા 11 વર્ષોમાં આ સૌથી મોટો કડાકો છે. આ દરમિયાન યસ બેંકને છોડી લગભગ બધી મોટી કંપની અને બેંકોના શેર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટના આ ખરાબ હાલ પાછળ કોરોના વાયરસ સિવાય સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે કાચા તેલના ભાવને લઈ ચાલી રહેલ પ્રાઇસ વોર પણ છે. તેલ ઉત્પાદનમાં કાપના પ્રસ્તાવ પર મોસ્કોની સંમતિ ન હોવા પછી સાઉદીએ તેલના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે.

આજે માર્કેટ બંધ રહી ત્યારે સેન્સેક્સ 1941 પોઇન્ટ ઘટ્યો હતો જયારે નિફટી 541 પોઇન્ટ ઘટીને 10451 પર બંધ રહ્યો હતો.જયારે બેન્ક નિફટી 1338 પોઈંટ ઘટીને 26462 પોઇન્ટ પર બંધ આવ્યો હતો.રિલાયન્સ અને ટીસીએસ જેવી કમાપણીમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથો મોટો કડાકો આજે જોવા મળ્યો હતો

આ પહેલા 22 જાન્યુઆરી 2008ના રોજ સેન્સેક્સ ઇન્ટ્રાડે કારોબારમાં 2,273 પોઈન્ટના ઘટાડા સાથે 15,332 પર પહોંચ્યો હતો. જો કે, માર્કેટ બંધ થતા પહેલા 875 પોઈન્ટની રિકવરી નોંધાઈ હતી. નિફ્ટી પણ 310 પોઈન્ટ ઘટાડા સાથે સેટલ થયો હતો. માહિતી મુજબ આજના કડાકાના કારણે શેર માર્કેટમાં રોકાણકારોના અંદાજે 8 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે. શુક્રવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1,44,31,224.41 કરોડ રૂપિયા હતી. જે સોમવારે માર્કેટ ગગડ્યાના કારણે 8,05,996.31 કરોડ રૂપિયા ઘટીને 1,36,25,228.10 કરોડ રૂપિયા થઈ છે.

પહેલા 22 જાન્યુઆરી 2008ના રોજ સેન્સેક્સ ઇન્ટ્રાડે કારોબારમાં 2,273 પોઈન્ટના ઘટાડા સાથે 15,332 પર પ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here