સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ: રશિયા

મોસ્કોઃ યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહીને લઈને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો દ્વારા વ્યાપક પ્રતિબંધોના કારણે રશિયાના અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે અને ગ્રાહકો ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરી રહ્યા છે. સરકારે વધુ પડતી ખરીદી સામે ચેતવણી આપી છે અને દેશવાસીઓને કહ્યું છે કે તેમની પાસે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ છે.

રશિયાનું કહેવું છે કે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો આર્થિક યુદ્ધની ઘોષણા સમાન છે. વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિનની અધ્યક્ષતામાં એક ટેલિવિઝન બેઠકમાં બોલતા, નાયબ વડા પ્રધાન વિક્ટોરિયા અબ્રામચેન્કોએ રશિયનોને ખાંડનો સંગ્રહ કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે ખાંડ અને ખાદ્ય અનાજ બંનેમાં સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છીએ. અબ્રામચેન્કોએ અગાઉ કહ્યું હતું કે સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની કોઈ અછત નહીં હોય. રશિયાએ 31 ઓગસ્ટ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને 300,000 ટન ખાંડ અને કાચી ખાંડની આયાત માટે ડ્યુટી ફ્રી ક્વોટા નક્કી કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here