ભારતમાં ખાંડનું ઉત્પાદન 11.26% ઘટવાનો “ઈસ્મા”નો અંદાઝ  

પ્રાઇવેટ સુગર ઇન્ડસ્ટ્રી બોડી ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન કે જે “ઈસ્મા”ના નામથી પણ ઓરખાઈ છે તેમના દ્વારા ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે.પ્રાથમિક રિપોર્ટ જે આ બોડી દ્વારા આપવામાં આવ્યો છે તે મુજબ લગભગ 11.26% ઉત્પાદન ઘટીને કુલ 315 લાખ ટન  રહેવાનો અંદાઝ  બાંધવામાં આવ્યો છે જે આ અપેહેલ 355 લાખ ટનનો  બાંધવામાં આવ્યો હતો.3 થી 4 મહિના પેહેલા ભારતમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાઝ રાખવામાં આવ્યો હતો પરંતુ શેરડી પકવતા ત્રણ મુખ્ય  રાજ્યો ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર અને કર્ણાટક કે દેશની કુલ શેરડીનું  80 ટકા ઉત્પાદન કરતા રાજ્યો છે ત્યાં શેરડીના પાકને વ્યાપક અસર એક કરતા વધારે કારણોને કારણે પડી છે.
2017-18ના વર્ષ કરતા આ વર્ષે ઉત્તર પ્રદેશમાં શેરડીનું વાવેતર પ્રમાણમાં વધારે પણ થયું છે  અને ત્યાં Co0238 વેરાયટીની ઉપજ પણ ઘણી સારી હોવાનું માનવામાં આવે છે અને તેને અકરાંને એવી અપેક્ષા અને આશા રાખવામાં આવતી હતી કે આ વર્ષે શેરડી અને ખાંડનું ઉત્પાદન 10થી 15 લાખ ટન  વધારે થશે પરંતુ જયારે ઉત્તર પ્રદેશના  કેટલાક વિસ્તારોમાં જયારે વરસાદની ખાસ જરૂર હતી ત્યારે સેપ્ટેમ્બરમાં જ વરસાદ ન આવતા શેરડીના પાકને પણ ઘણી અસર પડી છે.
આ ઉપરાંત પશ્ચિમ  ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા રહ્યા હતા  અને તેને કારણે પણ શેરડીના પાકની જે આશા  ચાર મહિના પેહેલા હતી તેનાથી ઓછી થશે.અને તે અનુસાર  ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન  દ્વારા પણ ટારગેટ રિવાઇઝ કરવામાં આવ્યો છે જુલાઈમાં જે ટાર્ગેટ 130થી 135 લાખ ટન નો આપવામાં આવ્યો હતો તે હવે 121 લાખ ટન  નો થઇ ગયો છે જે લગભગ ગત વર્ષ જેટલો જ આવીને ઉભો રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પણ ખાસ કરીને સપ્ટેમ્બરમાં વરસાદ  ન આવતા ત્યાં પણ ઉત્પાદનમાં ભારે ઘટાડો જોવા મળે તેમ છે..આ ઉપરાંત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લા જેવા કે સોલાપુર,મરાઠાવાડ  અને અહમદનગર  અને કોલ્હાપુર,સાંગલી,સતારા અને પુણેમાં ઉભા પાકમાં ઉપદ્રવ  જોવા મળ્યો છે. જેને કારણે પણ પાક ઓછો આવે તેમ છે અને તેમાં પણ ઓછા વરસાદ અને પાણી અને મહારાષ્ટ્રમાં વિવ્ધ ક્ષેત્રોમાં જોવા મળી રહેલા સફેદ કીડાના ઉપદ્રવને કારણે લગબગહ 18 થી 20% પાક ઓછો થઇ તેવી સંભાવના છે.
એકંદરે મહારાષ્ટ્ર,કર્ણાટક અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પાકને અસર પડી છે ત્યારે ઉત્પાદન ઘટશે તે વાત હવે  સાચી પડતી હોઈ તેવું લાગે છે.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here