ભારતમાં અત્યારે ઇથેનોલના ઉત્પાદન અંગે ઘણી વાતો ચાલી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગમાં ઘણો બદલાવ આવ્યો છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એક નવીનતમ સુધારામાં જણાવ્યું છે કે, ઇથેનોલ મિશ્રણ 2013-14 ના ઇથેનોલ સપ્લાય વર્ષ દરમિયાન 1.53 ટકાથી વધીને ચાલુ ઇથેનોલ સપ્લાય વર્ષ 2020-21માં 7.93 ટકા થઈ ગયું છે.
આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી એ આજે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આપી હતી. ઇથેનોલના ઉત્પાદનમાં સરકારના ભાર પછી, ઘણી કંપનીઓ ઉદ્યોગોમાં રોકાણ કરવા આતુર છે. તાજેતરમાં ઘણી શુગર કંપનીઓએ ડિસ્ટિલરી સ્થાપવાની જાહેરાત કરી છે.
સરકારનું લક્ષ્ય 2025 સુધીમાં પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનું લક્ષ્યાંક હાંસલ કરવાનું છે.