21મી સદીમાં ઇથેનોલ ભારતની પ્રાથમિકતા:વડા પ્રધાન નરેન્દ્ર મોદી

137

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે ખેડૂતો સાથે વાતચીત કરી અને ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગના તેમના અનુભવ સાંભળ્યા.

કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને 21 મી સદીના ભારતની પ્રાધાન્યતા તરીકે ઇથેનોલનું વર્ણન કર્યું હતું. તેમના સંબોધન પહેલા વડા પ્રધાને ઇથેનોલ ઉપર દેશના જુદા જુદા રાજ્યોના ખેડુતો સાથે પણ વાત કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન, વડા પ્રધાને 2020-2025 દરમિયાન ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ માટેના માર્ગદર્શિકા વિશેની નિષ્ણાત સમિતિનો અહેવાલ બહાર પાડ્યો. તેમણે કહ્યું કે 7-8 વર્ષ પહેલા ભારતમાં ઇથેનોલ પર વધારે ચર્ચા નહોતી થઈ, પરંતુ હવે ઇથેનોલ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે પર્યાવરણ તેમજ ખેડૂતોના જીવનમાં મદદ કરી રહ્યું છે.

વડા પ્રધાને કહ્યું કે ઇથેનોલ ઉત્પાદન ઘણા ઉકેલો તરફ દોરી જશે. ભારતની તેલ આયાત પરનો ખર્ચ ઓછો થશે, અને શુંગર મિલો આર્થિક સમસ્યાથી પણ છૂટકારો મેળવશે સાથે સાથે શેરડીના ખેડુતોની ચુકવણી પણ સમયસર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here