સુગર મિલોને સક્ષમ બનાવા માટે ઈથનોલ ઉત્પાદન તરફ જવા કર્ણાટકની મિલોને નાયબ મુખ્ય મંત્રીનું આહવાહન

સરકાર પણ ઈથનોલને પ્રોત્સાંહન આપી રહી છે અને ઓઇલ કંપનીઓ પણ ઈથનોલ ખરીદવા આતુર છે ત્યારે હવે ઇથેનોલ ફેક્ટરીઓમાં ખાંડનો બાયપ્રોડક્ટ બની નથી રહ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવોમાં થતી કટોકટીના પગલે કેન્દ્ર સરકારે હવે તમામ શેરડી ઉગાડતા રાજ્યોને ઇથેનોલને મુખ્ય ઉત્પાદનમાં ફેરવવાનો વિચાર કરવા સૂચન કર્યું છે,અને સાથોસાથ આયાત પેટ્રોલિયમ પર અંકુશ લાવીને, અને ખાંડની ફેક્ટરીઓને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવાનું સૂચન પણ કર્યું છે.

નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સવદીએ મંગળવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં બોલાવાયેલી બેઠકમાં રાજ્યોને આ સૂચન આપવામાં આવ્યું હતું.
મંત્રીએ કહ્યું ભાવના વધઘટ અને વધારે ઉત્પાદનને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની માંગમાં ઘટાડો થવાના કારણે સુગર ફેક્ટરીઓની હાલત વધુ કફોડી બની છે ત્યારે ઈથનોલ એક સક્ષમ વિકલ્પ બની શકે છે તેમ મંત્રીએ કહ્યું હતું .

કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું હતું કે ઇથેનોલ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે મેળવેલ લોન પ્રત્યેના વ્યાજ પર 6% સબસિડી પ્રોત્સાહન રૂપે ખાંડ ફેક્ટરીઓને આપવામાં આવશે.

તેના અનુસરણ રૂપે,કર્ણાટકની મોટાભાગની સુગર ફેક્ટરીઓ હવે ઇથેનોલ ઉત્પાદન સુવિધા સ્થાપવાની તૈયારીમાં છે, એમ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

તેમણે સમજાવ્યું કે ઇથેનોલના ઉત્પાદન માટે ત્રણ વિકલ્પો છે – ખાંડના ઉત્પાદન વિના શેરડીના રસમાંથી ઉત્પાદન; ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીના 10% રસનો ઉપયોગ જ્યારે બાકીનો ઉપયોગ ખાંડના ઉત્પાદન માટે કરવામાં આવશે; અને ફક્ત આડપેદાશ તરીકે ઇથેનોલ ઉત્પન્ન કરે છે.તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ આ ત્રણ પ્રકારનાં ઇથેનોલ ઉત્પાદન માટે કિંમતોની રચનાની દરખાસ્ત કરી હતી.

મંત્રીએ આશા વ્યક્ત કરી કે ઇથેનોલના ઉત્પાદન પર ભાર મૂકવાથી સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ ફરી ઉભી થશે, જે શેરડીના ઉત્પાદકોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here