થાઇલેન્ડમાં ઇથેનોલ સંચાલિત Honda Cliq 160 સ્કૂટરનું અનાવરણ

બેંગકોક: વિશ્વભરમાં પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પ્રથમ નામ ઇથેનોલનું આવે છે. ભારત અને થાઈલેન્ડ સહિત ઘણા દેશોમાં ઈથેનોલથી ચાલતા વાહનો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Honda થાઈ માર્કેટમાં તેનું નવું સ્કૂટર Cliq 160ના નામે લોન્ચ કરવા જઈ રહી છે અને તેની ખાસિયત એ છે કે તે ઈથેનોલ પર પણ ચાલે છે. આ સ્કૂટર 20 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલી શકે છે.

સ્કૂટરનું નામ ભારતમાં વેચાતા Cliq સાથે ભ્રમિત થઈ શકે છે. ભારતમાં આ સ્કૂટરને લોન્ચ કરવા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. Honda Cliq 160 એ એશિયન માર્કેટને અનુરૂપ બનીને વિકસાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં પણ સરકાર ફ્લેક્સ-ઈંધણવાળા વાહનોને બજારમાં લાવવા માટે કામ કરી રહી છે. બાયો-ઇથેનોલની કિંમત કરતાં પેટ્રોલની કિંમત વધારે છે, ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here