સરપ્લસ શેરડી અને ચોખામાંથી ઉત્પન્ન થતા ઇથેનોલથી ખેડૂતોની આવકમાં સુધારો થશે: નીતિન ગડકરી

111

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર હવે ઈથનોલના ઉત્પાદન પર જોર કરી રહી છે. પેટ્રોલમાં ઈથનોલ મિક્સ કરવાના સરકારના છે ત્યારે ઈથનોલને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભારે આશાવાદી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, મોટા પ્રમાણમાં ઇથેનોલ ઉત્પાદનથી ખેડૂતોની આવકમાં સુધારો કરવામાં મદદ મળશે. તેમણે કર્ણાટક રાજ્યને ઇથેનોલનું ઉત્પાદન મોટા પાયે લેવાનું આહવાન કર્યું, કારણ કે કર્ણાટક રાજ્ય દેશના શેરડીના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. તેમણે કહ્યું, દેશ પહેલેથી જ ખાંડ અને ચોખાનું વધુ ઉત્પાદન કરે છે, અને સરકાર પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરપ્લસ ઉત્પાદનને ઇથેનોલમાં રૂપાંતરિત કરી શકાય છે, જેનો ઉપયોગ વાહનોના વૈકલ્પિક બળતણ તરીકે થઈ શકે છે. આનાથી માત્ર ખેડૂતોની આવક જ સુધરશે નહીં, પરંતુ દેશ માટે બળતણનો સ્વદેશી સ્રોત પણ બનાવશે.

કર્ણાટકમાં 33 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ તેમને કર્યું હતું. આ પ્રોજેક્ટમાં રૂ. 10,904 કરોડના 1,197 કિ.મી.લાંબી સડકો સામેલ છે. આ પ્રસંગે બોલતા ગડકરીએ ઇથેનોલ પ્રોડક્શન વિશે પોતાના વિચારો શેર કર્યા હતા. ભારતમાં ગયા વર્ષે અનેક કારણોને કારણે ખાંડનું ઉત્પાદન ઓછું થયું હતું અને ખસ કરીને મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટ્યું હતું પરંતુ આ વર્ષે ફરી ખાંડનું ઉત્પાદનમાં ભારે વધારો નોંધાયો છે ભારત પાસે ખાંડનો સરપ્લસ સ્ટોક રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here