ઇથેનોલ મંત્રણા: ભારત અને બ્રાઝિલ સાથે મળીને ઇથેનોલ પર કરી ચર્ચા

પણજી: બ્રાઝિલની કંપની યુનિકા, ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન અને સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની ભાગીદારીમાં ગોવામાં G-20 અને ક્લીન એનર્જી મિનિસ્ટરિયલ કન્સલ્ટેશનની બાજુમાં “ઈથેનોલ ટૉક્સ” ની વિશેષ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેઇરા અને ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ હેઠળ, ભારત અને બ્રાઝિલ વચ્ચે ઇથેનોલ ઉત્પાદન અને સંમિશ્રણ માટે જ્ઞાન અને તકનીકની વહેંચણી કરવા, અશ્મિભૂત ઇંધણની જગ્યાએ ઇકો-ફ્રેન્ડલી બાયો-ઇંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાંડ ઉદ્યોગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બંને દેશો સાથે મળીને વિશ્વ માટે એક સહિયારું બાયો-ફ્યુચર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here