વરસાદ ઓછો હોવા છતાં બ્રાઝિલમાં શેરડીનું ઉત્પાદન વધવાની આશા

બ્રાઝિલના અલગોરસ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઓછો વરસાદ પડ્યો હોવા છતાં શેરડીના ઉત્પાદનમાં કોઈ ફર્ક નહિ પડે તેમ લોકલ સુગરકેન પ્રોડ્યુસર એસોસિયેશનના પ્રમુખ એડગર ફિલ્હોએ જણાવ્યું હતું.
જોનલ ડે અલગોરસ નામની ન્યુઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર શેરડીના પાકનું ચિત્ર સારું જ રહેશે અને પાક સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહિ આવે અને ફરી એક વખત આ વર્ષની સાઇકલમાં શેરડી ઉત્પાદન વધશે.બલ્કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન વધારીને 15 મિલિયન ટન સુધી પહોંચાડવાનું નક્કી કરાયું છે.

લોકલ સુગરકેન પ્રોડ્યુસર એસોસિયેશનના પ્રમુખ એડગર ફિલ્હોના જણાવાયા અનુસાર ઓછા વરસાદમાં પણ આ વર્ષે શેરડીનું ઉત્પાદન 16 મિલિયન ટન સુધી પહોંચાડવાના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે કારણ કે આ રાજ્યોમાં ઓગસ્ટ મહિનામાં પ્રમાણમાં સારો વરસાદ જ થયો છે.ઓગસ્ટમાં સારો વરસાદ થતા એક પોઝિટિવ સંકેત શેરડીના પાકને મળ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેશે તો પ્રોસેસ માટે 15 લાખ મિલિયન ટન કરતા વધારે શેરડી ઉપલબ્ધ બની રહેશે.
ગત વર્ષે પીલાણમાં લગભગ 13 લાખ મિલિયન ટન શેરડી આવી હતી અને આ વર્ષે 15 લાખ મિલિયન ટન કરતા વધુ શેરડી પીલાણમાં આવશે તેવી અમને આશા છે તેમ લોકલ સુગરકેન પ્રોડ્યુસર એસોસિયેશનના પ્રમુખ એડગર ફિલ્હોએ જણાવ્યું હતું
અલગોરસ રાજ્યમાં જ 18 જેટલી ખાંડ મિલો આવેલી છે. જયારે સન્તો એન્ટોનિયો કમરજાઈબ,અને પીંડોરમાં મિલોમાં તો કામકાજ શરુ પણ કરી દેવામાં આવ્યા છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here