ફેબ્રુઆરીમાં નિકાસ 0.2 ટકા ઘટીને 27.6 અબજ ડોલર થઈ

77

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં ભારતની કુલ નિકાસ 27.67 અબજ ડોલર રહી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 27.74 અબજ (0.25 ટકા) હતી. બીજી તરફ, આયાત ફેબ્રુઆરી 2020 માં 37.9 અબજ ડોલરથી 9.98 ટકા વધીને 40.55 અબજ ડોલર થઈ છે. આમ, ફેબ્રુઆરી 2020 માં વેપાર ખાધ વધીને 12.88 અબજડોલર થઈ, જે ફેબ્રુઆરી 2020 માં 10.16 અબજ ડોલર હતી.

એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં, નિકાસ કુલ291.8 અબજ ડોલરની સરખામણીમાં 255.9 અબજ ડોલરની નોંધાઈ છે, જે 12.32% નકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે.આ જ સમયગાળામાં આયાત 443.2 અબજ ડોલરની તુલનામાં આયાત 23 ટકા ઘટીને 340.8 અબજ ડોલરની રહી છે. ગત મહિને ફેબ્રુઆરી 2020 માં બિન-પેટ્રોલિયમ નિકાસનું મૂલ્ય 25.1 અબજ ડોલર થયું હતું, જેની તુલનામાં ફેબ્રુઆરી 2020 માં 10.7 અબજ ડોલર હતી, જ્યારે તેલની આયાત 16.63 ટકા ઘટીને 8.9 અબજ ડોલર થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here