1 એકરમાં 130 ટન શેરડીનું રેકોર્ડ ઉત્પાદન કરતો સાંગલીના ખેડૂત

સાંગલી જિલ્લાના વાલવા તાલુકાના કરંડવાડીમાં રહેતા શેરડીના ખેડૂત સુરેશ કબાદેએ બે એકર થી થોડા વધારે ક્ષેત્રમાં 358.432 ટન શેરડીનું ઉત્પાદન કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રે સુરેશે જે પરિણામો બતાવ્યા છે તે નાય શેરડીના ખેડૂતો માટે એક મિશાલરૂપ પણ છે.સુરેશે શેરડીની ખેતીમાં વિવિધ પ્રયોગો કર્યા છે, અને હવે તેઓ એક એકરમાં 130 ટન શેરડીનું ઉત્પાદન લે છે. આ સિદ્ધિથી સુરેશ અન્ય શેરડીના ખેડુતો માટે પ્રેરણારૂપ અને રોલમોડેલ બની ગયા છે.

20 જાન્યુઆરી,2020ના રોજ રાજારામ બાપુ સહકારી સુગર મિલને શેરડી પીસવા માટે મોકલવામાં આવ્યો હતો.શેરડીના ઉત્પાદનના આ રેકોર્ડ માટે સુરેશે દસ મહિના જૂનાં બીજનો ઉપયોગ કર્યો હતો. સમયાંતરે ઘાસ પણ હટાવી દીધું હતું અને જરૂરિયાત મુજબ ખાતર અને જંતુનાશક ડોઝ પણ આપ્યા.

તમને જણાવી દઈએ કે, સુરેશ કબાડે અન્ય ખેડૂતોને ઉત્તમ શેરડીનું ઉત્પાદન કેવી રીતે કરવું તે અંગે પણ તાલીમ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here