માધ્ય પ્રદેશના ખેડૂતે પોતાના જ ખેતરમાં કરી આત્મ હત્યા

800

મધ્ય પ્રદેશના ખરગાંવ જિલ્લાના ગોગાવા ગામમાં એક ખેડૂતે પોતાના જ ખેતરમાં કીટનાશક દવા પીને આત્મ હત્યા કરી લીધી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલીપ રાઠોર નામના 34 વર્ષીય ખેડૂતે પોતાના ખેતરમાં કીટનાશક દવાનું સેવન કરીને પોતાનો જીવ દઈ દીધો હતો.પોલીસે ખેડૂતના ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયું છે પણ હજુ સુધી આત્મ હત્યા કરવા પાછળનું કોઈ ખાસ કારણ બહાર નથી આવ્યું.

પોલીસના કહેવા મુજબ મૃતકના પરિવારજનોએ તેમના પાર દેવું વધી જતા તેમને આત્મ હટાયા કરી હોવાનો આક્ષેપ મુક્યો છે.આ કારણે હાલ તો વિવિધ બેંકો દ્વારા દસ્તાવેજ મંગાવામાં આવી રહ્યા છે.પોલીસના કહેવા મુજબ હાલ એ વાત ક્લિયર નથી કે મૃતક પાસે કેટલી જમીન હતી અને તેમને પ્રાઇવેટ અને સરકારી બેંકો પાસેરથી કેટલું કર્જ લીધું હતું। હાલ તો પોલીસ દ્વારા તમામ પાસ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here