શેરડીના ભાવ ને લઈને ખેડૂતો આક્રમક

મેરઠ, ઉત્તર પ્રદેશ: કિસાન મજદૂર સંગઠનના કાર્યકર્તાઓએ શેરડીના ભાવમાં વધારાની માંગણી સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે.સંગઠનના પ્રમુખ ઠાકુર પુરણ સિંહે કહ્યું કે રાજ્ય સરકાર શેરડીના ખેડૂતોની માંગની અવગણના કરી રહી છે.

શેરડીના ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી શેરડીના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની ચેતવણી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here