સંજીવની સુગર મિલ ફરી શરુ કરવાના મુદ્દે થઇ શકે છે 6 ફેબ્રુઆરીના રોજ આંદોલન

સંજીવની સુગર મિલ ફરી ચર્ચામાં આવી છે.ગોવાની આ એકમાત્ર સુગર મિલ બંધ પડી છે અને અહીંના શેરડીના ખેડૂતોને પોતાની શેરડી કર્ણાટકમાં વેંચવી પડી રહી છે ત્યારે સંજીવની સુગર ફેક્ટરીના ખેડુતોએ ફરી એકવાર સુગર ફેક્ટરીમાં આગામી પિલાણની સીઝન ફરી શરૂ કરવાની માંગણી માટે 6 ફેબ્રુઆરીએ આંદોલન કરવાની ચીમકી આપી છે અને સરકાર તેના અને તેમની પડતર માંગણીઓ અંગે લેખિત ખાતરી આપે તેવુંઈચ્છી રહ્યા છે.

ખેડુતો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેથી તેમનો શેરડી કર્ણાટક મોકલવા માટે પણ વિરોધ કરી રહ્યા છે. શેરડીના ખેડૂત પ્રમુખ રાજેન્દ્ર દેસાઇની આગેવાની હેઠળ સંજીવની સુગર ફેક્ટરી પરિસરમાં સોમવારે ખેડુતોના મુદ્દા પર ચર્ચા કરવા બેઠક મળી હતી.

બાદમાં મીડિયા સાથે વાત કરતાં દેસાઇએ કહ્યું કે મુખ્યમંત્રીએ તેમની માંગણીઓ પુરી કરવાની ખાતરી આપી હતી પરંતુ ખેડૂતો હજી પણ તેમની પેદાશના વાસ્તવિક ભાવ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

“લગભગ રૂ. 4 કરોડની કિંમતનો આશરે 16,4૦૦ ટન શેરડી કર્ણાટક સ્થિત કારખાનામાં મોકલવામાં આવી છે,પરંતુ અત્યાર સુધી ટ્રાન્સપોર્ટર્સ સહિતના ખેડુતોને 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 76 લાખની ચૂકવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત કર્ણાટકમાં શેરડીનું પરિવહન કરનારા કોન્ટ્રાક્ટરો પણ તેમના બિલ સમયસર ચૂકવાઈ જતા નથી. દેસાઇએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સંજીવની સુગર ફેક્ટરીની માલિકીના પેટ્રોલ પમ્પ પાસે ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી.

આ ઉપરાંત ગયા અઠવાડિયે કેટલાક ખેડુતોએ અનુભવ કર્યો હતો કે પરિવહન કરનારાઓને બિલના પૈસા ન ભરવાને કારણે લણણી કરેલી શેરડીનું પરિવહન થયું નથી અને શેરડી તેનું વજન ગુમાવતા ચાર દિવસ સુધી સુકાઈ ગઈ હતી, જેનાથી કેટલાક ખેડુતોનું નુકસાન થયું હતું.

ખાતરી મુજબ સરકારે ખેડુતો અને કોન્ટ્રાકટરોના બીલો મંજુર કર્યા ન હોવાથી હવે ખેડુતો ચિંતિત છે કે તેમની બાકી રહેલી આશરે 12,000 મેટ્રિક શેરડીનું હજુ શું પાક થશે?

આથી હવે ખેડુતો માંગણી કરી રહ્યા છે કે હવે પછીની ક્રશ સીઝન ફક્ત સંજીવની સુગર ફેક્ટરીમાં જ ચલાવવામાં આવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here