મહારાષ્ટ્રના ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ઘોષણા કરી હતી કે મહાત્મા જ્યોતિબા ફૂલે શેતકરી કરજમુક્તિ યોજના હેઠળ રાજ્યના ખેડુતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.
શેતકરી કરજમુક્તિ યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની ખેડુતોની લોન માફ કરવામાં આવશે.” આ યોજના માર્ચ 2020 માં લાગુ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર શિવ ભોજન યોજના હેઠળ ગરીબ લોકોને 10 રૂપિયામાં ભોજન આપશે.

ઠાકરે દ્વારા ખેડૂત લોન માફીની ઘોષણા બાદ વિપક્ષે રાજ્ય વિધાનસભામાંથી ખેડૂતોની લોન સંપૂર્ણ માફીની માંગણી કરી વોકઆઉટ કર્યું હતું.
રાજ્યમાં અકાળ વરસાદને કારણે ઠાકરે ખેડુતોની મુશ્કેલીઓ તરફ ચિંતા બતાવી રહ્યા હતા.

તાજેતરમાં, તેમણે રાજ્યમાં મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોને તાત્કાલિક સહાય આપવા કેન્દ્રની મદદ માગી હતી.

જો કે, ભાજપના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા, દેવેન્દ્ર ફડણવીસે ઠાકરે પર રાજ્યમાં અકાળ વરસાદથી અસરગ્રસ્ત ખેડુતોને પર્યાપ્ત રાહત આપવાના વચન પુરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here