નાણાં ન ચુકવતા આંદોલન રસ્તા પર લઈ જવાની ખેડૂતોની ચીમકી

શેરડી ના પૈસા ન ચૂકવતા શેરડીના ખેડૂતો ગુસ્સામાં છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સમયસર શેરડીના નાણાં ચૂકવવામાં નહીં આવે તો હવે તેઓ પોતાનું આંદોલન રસ્તા ઉપર લઈ જવા માટે મજબૂર બનશે.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય સચિવ ડો. નૌ સિંહ, પ્રદેશ મહાસચિવ ડો. ચરણસિંહ, ઋષિ પાલ સિંહ અને જિલ્લા અધ્યક્ષ મનોજ ચૌધરીએ જણાવ્યું હતું કે શેરડીના બાકી નીકળતા નાણાં જલ્દી ચૂકવવામાં આવે. ખેડૂતો પાસેથી શેરડીનો પાક પૂરેપૂરો લઈ લીધા પછી 14 દિવસમાં ચુકવણી કરવાની રહેતી હોય છે. પરંતુ ચુકવણી કરવામાં મીલ હંમેશા ઢીલી નીતિ અપનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુરાદાબાદમાં એક ખાંડ મીલને બાદ કરીને કોઈપણ મિલે પૂરી ચુકવણી કરી નથી. જ્યારે ખેડૂતો પાસેથી તમામ શેરડી ખરીદી લીધી છે. ખાંડ મિલોમાં બેલવાડા, દીવાન તથા બેલારી ખાંડ મીલની ઓછી ચૂકવણી કરવાની વાત કરતા કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે અન્ય જિલ્લામાં પણ આવી જ હાલત છે. ખેડૂત અગ્રણીઓએ માંગણી પણ કરી હતી કે હાઇવે નિર્માણમાં જે ખેડૂતોની જમીન જઈ રહી છે તેને બજાર ભાવથી રકમ મળવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here