મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મોતીપુર શુગર મિલમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગમાં ટર્બાઇન અને અન્ય સાધનો બળી ગયા હતા. 7 ફાયર ફાઇટરની કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં એક એન્જિનિયરનું મોત થયું હતું. આગનું કારણ શું હતું તેની તપાસ થઇ રહી છે.
હકીકતમાં, શનિવારે બપોરે મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મોહદ્દીનપુર શુગર મિલમાં અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો. ધુમાડો જોઈ આસપાસના લોકો અને કામદારો ભાગ્યા ત્યારે ખબર પડી હતી કે શુગર મિલમાં આગ લાગી છે. આ અંગે માહિતી આપતાં મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે કરનાલથી એક ટીમ આવી રહી છે.આ ટીમની તપાસ કર્યા બાદ ટીમ નક્કી કરશે કે મિલ શરૂ કરી શકાય કે નહીં. જો મિલ ચાલુ નહીં થાય તો ખેડૂતોની શેરડી અન્ય મિલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આગને ઓલવવા માટે 7 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હવે ફાયર વિભાગ આગના કારણ અને નુકસાનની તપાસ કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં રાખવામાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા. આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શુગર મિલમાં આગ લાગવાથી ટર્બાઇન પણ બળીને ખાખ થઇ ગયું હતું,