નાણાકીય વર્ષ 2019-20 માટે આઇટીઆર ફાઇલ કરવાની સમયમર્યાદા 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી

નવી દિલ્હી: આવકવેરા વિભાગે કહ્યું કે નાણાકીય વર્ષ 2019 – 20 માટે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની મુદત 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

આવકવેરા વિભાગે કહ્યું કે આ મુશ્કેલ સમયગાળાને ધ્યાનમાં રાખીને,અમે નાણાકીય વર્ષ 2019 – 20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 30 નવેમ્બર 2020 કરવાનો નિર્ણય કર્યો છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

કેન્દ્ર સરકારે અગાઉ 2018-19 માટે સુધારેલી આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2020 સુધી વધારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here