નાણાપ્રધાન નિર્મલા સિતારામનના બજેટમાં કહી ખુશી કહી ગમ

નાણાપ્રધાન નિર્મલા સિતારામનના બજેટને મિશ્ર પ્રત્યાઘાત સાંપડ્યા છે. અંહી દેશના સૌપ્રથમ મહિલા નાણાપ્રધાનના બજેટની સારી-નરસી બાબતોની વ્યાપક છણાવટ કરવામાં આવી છે.

સારા પાસાં

* આધાર-પેન ઈન્ટરચેન્જેબિલિટી

નાણાપ્રધાને ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે બજેટમાં પેન અને આધાર કાર્ડ ઈન્ટરચેન્જેબલ કરવાની મહત્ત્વની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તથી જેમની પાસે પેન કાર્ડ ન હોય તેવા લોકો આધાર નંબરના આધારે ટેક્સ રિટર્ન ફાઈલ કરી શક્શે.

*EVsની બોલબાલા

નિર્મલા સિતારામને ઈ-વ્હીકલની ખરીદી પર અપફ્રન્ટ ઈન્સેન્ટિવની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે GST કાઉન્સિલ સમક્ષ ઈ-વ્હીકલ પરના દર 12%થી ઘટાડીને 5% કરવાની દરખાસ્ત પણ કરી છે. ઈ-વ્હીકલ પરની લોનના ₹1.5 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ ડિડક્શનનો લાભ આપવાની જાહેરાત કરવા સાથે આ વાહનોના કેટલાક સ્પેરપાર્ટ્સ પર કોઈ પણ કસ્ટમ ડ્યૂટી નહીં વસૂલવાની જાહેરાત કરી હતી.

* સરળ મુસાફરી માટે વન નેશન, વન કાર્ડ

આ રૂપે કાર્ડ પર ચાલતું એક ઈન્ટર-ઓપરેબલ ટ્રાન્સપોર્ટ કાર્ડ છે અને તેનાથી કાર્ડ ધારક બસમાં મુસાફરી માટે, ટોલ ટેક્સ, પાર્કિગ ચાર્જીસ, રિટેલ શોપિંગ માટે ચૂકવણી કરી શકે છે અને નાણા ઉપાડી પણ શકે છે.આ કાર્ડ દ્વારા કાર્ડ ધારક સમગ્ર દેશમાં મેટ્રો સર્વિસિસ અને ટોલ ટેક્સ સહિત મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ માટેની ચૂકવણી કરી શકે છે.

*બેન્કો માટે રૂ 70,000 કરોડની ફાળવણી

નાણાપ્રધાને બજેટમાં બેન્કોને ₹70,000 કરોડની ફાળવણી કરી છે. આ ભંડોળ બેન્કોના ધિરાણમાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં IBC દ્વારા ₹4 લાખ કરોડની બેડલોન રિકવર થઈ છે.

*NRIsને એરાઈવલ સાથે આધાર કાર્ડ મળી શક્શે

બજેટમાં ભારતનો પાસપોર્ટ ધરાવતા NRIsને એરાઈવલ સાથે આધાર કાર્ડ ઈશ્યૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ NRIsને આ માટે 180 દિવસ સુધી રાહ જોવી પડતી હતી.

*એન્જલ ટેક્સમાં રાહત

સ્ટાર્ટઅપ માટે રાહતરૂપ જોગવાઈમાં બજેટમાં રિક્વિઝિટ ડેક્લેરેશન દ્વારા તેમના રિટર્નમાં માહિતી આપવા બદલ વેલ્યૂએશનને લઈને કોઈ સ્ક્રુટિની નહીં કરવામાં આવે.

* કેશલેસ પેમેન્ટ્સ પર MDR ચાર્જિસ રદ

₹50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા બિઝનેસ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહીં વસૂલવામાં આવે. આ ખર્ચ RBI અને બેન્કો ભોગવશે. કેશલેસ પેમેન્ટ્સ માટે આ પગલું પ્રોત્સાહક સાબિત થવાની ધારણા છે.

*બિનસંગઠિત શ્રમિકો માટે રૂ 3,000નું પેન્શન

પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજના અંતર્ગત 30 લાખ કામદારોને આવરી લેવાશે. આ યોજનામાં શ્રમિકોને 60 વર્ષની વયે માસિક ₹3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે.

*FPI રૂટ સાથે NRI પોર્ટફોલિયો મર્જ કરાશે

NRIs ભારતીય શેરબજારમાં સક્રિય થઈ શકે તે માટે નાણાપ્રધાન સિતારામને બજેટમાં NRI-પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ રૂટને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ રૂટ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરી હતી.

*ઝીરો-બજેટ ફાર્મિગ

નાણાપ્રધાને હાલમાં દેશના કેટલાંક રાજ્યોમાં થઈ રહેલા ઝીરો-બજેટ ફાર્મિંગનો સમગ્ર ભારતમાં અમલ કરવા માટે પગલાં ભરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો મુખ્ય પાક લેવા માટે જે ખર્ચ કરે છે તે અન્ય પાકના ઉત્પાદન દ્વારા સરભર થઈ જાય તેને ઝીરો કોસ્ટ ફાર્મિંગ કહે છે.

*શિક્ષણ

નાણાપ્રધાને ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરાશે તેવો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણમાં નોંધપાત્ર સુધારાઓ હાથ ધરાશે. વિદેશી વિદ્યાર્થીઓેને ભારતમાં અભ્યાસ માટે આકર્ષવામાં આવશે. આ ઉપરાંત સરકાર દેશમાં રિસર્ચને પ્રમોટ કરવા માટે પણ પ્રયાસો હાથ ધરશે.

બજેટના નરસાં પાસાં

*લિસ્ટેડ કંપનીઓ માટે શેરહોલ્ડિંગ શરતોમાં ફેરફાર

નાણાપ્રધાને બજેટમાં લિસ્ટેડ કંપનીઓની શેરહોલ્ડિંગ મર્યાદા વર્તમાન 25 ટકાથી વધારીને 35 ટકા કરી હતી. એનાલિટ્સના મતે આ પગલાંથી ભારતીય શેરબજારમાં લિસ્ટેડ ઘણી MNCs ડિલિસ્ટિંગની વિચારણા કરશે. મૂડીબજારના વિકાસના તબક્કામાં મિડકેપ અને સ્મોલેપના કેસમાં પ્રમોટરનું ઊંચું હોલ્ડિંગની બાબત સારી હતી, તેમ યસ સિક્યુરિટીઝના અમર અંબાણીએ જણાવ્યું હતું.

*કોર્પોરેટ ટેક્સ

કોર્પોરેટ ટેક્સના ફેસ્ડ રિડક્શન પ્લાન અંતર્ગત બજેટમાં અગાઉના ₹250 કરોડના ટર્નઓવરની સામે ₹400 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને 25 ટકા ટેક્સ બ્રેકેટનો લાભ આપવાની જોગવાઈ કરી છે.

નિષ્ણાતો દ્વારા આ પગલાંની ટીકા કરવામાં આવી છે. તેમના મતે પસંદગીની કંપનીઓને બદલે દેશની તમામ કંપનીઓને આ લાભ આપવો જોઈએ. જે બાબતમાં સરકારે વચનો આપ્યા હતા તે બાબત છઠ્ઠા વર્ષે પણ શક્ય બની નથી, તેમ સ્વામિનાથન ઐયરે કહ્યું હતું.

*સંરક્ષણ

સશસ્ત્ર દળો અને સંરક્ષણ ક્ષેત્ર માટે આ બજેટ નિરાશાજનક સાબિત થયું છે. જ્યારે ભારતની સુરક્ષાનું જોખમ સૌથી વધુ છે તેવા સમયે સશસ્ત્ર દળો તેમજ દેશની સુરક્ષાની અવગણનાથી મોટી નિરાશા થઈ છે.

*રોજગારી

બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને બેરોજગારીનો દર આટલો ઊંચો હોવા છતાં રોજગારીના સર્જનને લગતી કોઈ પણ જોગવાઈના અભાવથી નિરાશા થઈ છે.

બજેટના અત્યંત ખરાબ પાસાં

*પગારદારોમાં નિરાશા

સિતારામનના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને TDS મર્યાદા અંગેનો કોઈ ઉલ્લેખ પણ ન થતાં પગારદાર વર્ગ નારાજ થયો છે. ફેબ્રુઆરીમાં પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે તેમણે પૂર્ણ બજેટમાં આ મર્યાદા વધારવા અંગેનું વચન આપ્યું હતું.

*સુપર-રીચ માટે ખરાબ સમાચાર

સુપર રિચ માટે નિર્મલા સિતારામનનું બજેટ મોટા ઝટકા સમાન પૂરવાર થયું છે. નાણાપ્રધાને બજેટમાં વેલ્થટેક્સની અવગણના કરી હતી પણ સુપર-રીચ માટે સરચાર્જ વધાર્યો હતો. તેમણે ₹2-5 કરોડની કમાણી કરનારાઓ પર 3 ટકા જ્યારે 5 કરોડથી વધુની આવક ધરાવનારાઓ પર 7 ટકા સરચાર્જ લાદ્યો હતો.

સરકાર ઊંચા કોર્પોરેટ તેમજ ઈન્કમ ટેક્સ લાદીને દેશના અર્થતંત્રને પડોશી રાષ્ટ્રો સાથે બિનસ્પર્ધાત્મક બનાવી રહી છે. આ પ્રકારના પગલાંથી વધુ ને વધુ ભારતીયો નીચા ટેક્સ વાળા દેશ તરફ આકર્ષાશે, તેમ સ્વામિંનાથન ઐયરે જણાવ્યું હતું.

*ફ્યુઅલ બિલ

કાર અને દ્વીચક્રી વાહનોના માલિકોને ઝટકો લાગે તેવી દરખાસ્તમાં નાણાપ્રધાને બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટી અને રોડ અને ઈન્ફ્રા સેસ પેટે લિટરદીઠ ₹1-1નો વધારો ઝીંક્યો હતો.

*RBI પર તરાપ

નાણાપ્રધાન નિર્મલા સિતારામને સરકાર ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી ઊંચા ડિવિડન્ડની ચૂકવણીની આશા રાખી રહી છે તેવો ઉલ્લેખ કરીને ફરીથી આ વિવાદિત મુદ્દાને ફોકસમાં લાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here