PMC બેન્કના ડીપોઝીટરો માટે વિથડ્રોલ સરળ બનાવ નિર્મળ સીતારામણની રિઝર્વ બેન્કને ભલામણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના નાના વિથડ્રોલ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વધુ લિબરલ રહેવાની ભલામણ કરી છે.નાના મંત્રીએ જરૂર પડે તો લેજિસ્લેટિવ ફેરફાર લેવાની વાત પણ ઉચ્ચારી હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરૂવારે જણાવ્યું કે, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના કરોડોના કૌભાંડ સાથે ભારત સરકારને કોઈ લેવા-દેવા નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, પીએમસી બેન્કના કૌભાંડ બાબતે જે કોઈ પગલાં ભરવાના હશે તે દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા લેવામાં આવશે. આ સાથે જ સંસદના શિયાળુ સત્રમાં કો-ઓપરેટિવ બેન્કો સંબંધિત નિયમોમાં ફેરફાર સંબંધિત એક ખરડો પણ સરકાર લાવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, “પીએમસી બેન્કના કૌભાંડમાં ભારતના નાણા મંત્રાલય દ્વારા કોઈ પગલાં લેવાશે નહીં, કેમ કે આરબીઆઈ નિયામક સંસ્થા છે. તેમ છતાં, મારા પક્ષે મેં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવોને આ સમગ્ર કેસનો વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું છે.”

નિર્મલા સિતારમણે કહ્યું કે, કો-ઓપરેટિવ બેન્કો અંગેના નિયમો બાબતે સૌથી પહેલા આરબીઆઈ સાથે ચર્ચા કરવામાં આવશે. ગુરૂવારે આ મુદ્દે આરબીઆઈના ગવર્નર સાથે તેઓ બેઠક કરશે. ત્યાર પછી જરૂર જણાશે તો કો-ઓપરેટિવ બેન્કોનાં નિયમો અંગે સંસદના શિયાળુ સત્રમાં ફેરફાર કરવાનો ખરડો રજુ કરવામાં આવશે.

નાણામંત્રી પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના થાપણદારો સાથે એક બેઠક કર્યા પછી આ વાત જણાવી હતી. બુધવારે પીએમસી બેન્કના હજારો થાપણદારોએ એસ્પલેનેડ મેજિસ્ટ્રેટની કોર્ટની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રૂ.4,355 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ સામે કડક પગલાં લેવા તેમણે માગ કરી હતી. કોર્ટ દ્વારા મુંબઈની આર્થિક અપરાધ શાખા દ્વારા આરોપીઓના રિમાન્ડ લંબાવાની માગણી મંજુર રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પીએમસી બેન્કના રૂ.4,355 કરોડના કૌભાંડમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. (HDIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાધવાન, તેમના પુત્ર સારંગ અને પૂર્વ ચેરમેન વાયરામ સિંઘની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસની પણ પોલીસે ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here