જો તમારા બેંકના કામ આવતા મહિના માટે પેન્ડિંગ હોય તો આવતા મહિનાની રાહ જોવાને બદલે આ મહિનામાં જ પુરા કરી નાખવા હિતાવહ છે. કારણ કે આવતા મહિને બેંકોમાં બમ્પર રજાઓ છે. આવી સ્થિતિમાં, તમારું કામ રજા પર અટકી પણ શકે છે.
આજકાલ મોટા શહેરોમાં લોકો ઇન્ટરનેટ બેંકિંગ નો વધુ ઉપયોગ કરે છે. અને પોતાનું ખાતું જાતે જ ચલાવાત હોઈ છે. પરંતુ હજી પણ એક મોટો વર્ગ છે જે નેટ બેન્કિંગથી હજી દૂર છે.
હજુ પણ જો તમે આવતા મહિના પાર તમારું કામ છોડી ડદો છો તો અમે જણાવી દઈએ કે 2021ના ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો બેંકો બંધ રહેશે. સૌ પ્રથમ, ચાલો તમને જણાવીએ કે બેંક દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય દરેક રાજ્યમાં જુદા જુદા તહેવારો, મેળાઓ કે કોઈ વિશેષ કાર્યને કારણે તે રાજ્યની બેંકમાં રજાઓ હોય છે.
જાણો અહીં ઓગસ્ટ મહિનામાં બેંકની કેટલી રજાઓ છે
ઓગસ્ટ 1, 2021: રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 8, 2021: આ દિવસ પણ રવિવાર છે, તેથી બેંકમાં રજા રહેશે.
ઓગસ્ટ 13, 2021: આ દિવસે પેટ્રિઅટ્સ ડે ને કારણે ઇમ્ફાલ ઝોનમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 14, 2021: બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે
ઓગસ્ટ 15, 2021: રવિવારે અને સ્વતંત્રતા દિવસને કારણે બંધ.
ઓગસ્ટ 16, 2021: પારસી નવા વર્ષને કારણે આ દિવસે મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઈ અને નાગપુર ઝોનમાં બેંકો બંધ રહેશે.
19 ઓગસ્ટ, 2021: મોહરમ ના કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગર જેવા ઝોનમાં બેન્કો હશે. .
20 ઓગસ્ટ, 2021: મુહરમ અને પ્રથમ ઓનમના કારણે બેંગ્લોર, ચેન્નાઈ, કોચી અને કેરળ ઝોનમાં રજા રહેશે.
21 ઓગસ્ટ ,2021: કારણે કોચી અને કેરળ ઝોનમાં રજા રહેશે.
ઓગસ્ટ 22, 2021: રક્ષાબંધન અને રવિવારના કારણે આ દિવસે બેંકની રજા રહેશે.
23 ઓગસ્ટ , 2021: શ્રી નારાયણ ગુરુ જયંતિ ને કારણે આ દિવસે કોચી અને કેરળ ઝોનમાં બેંકો બંધ રહેશે.
28 ઓગસ્ટ, 2021: બેંકો ચોથા શનિવારના કારણે બંધ રહેશે.
ઓગસ્ટ 29, 2021: રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 30, 2021: જન્માષ્ટમીના કારણે બેંકો આ દિવસે રહેશે.
ઓગસ્ટ 31, 2021: જન્માષ્ટમીને કારણે આ દિવસે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.
એકંદરે, ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસનું લાંબી સપ્તાહ છે. તે 19 અને 23 ઓગસ્ટની વચ્ચે છે. આવી સ્થિતિમાં, તેમના માટે આ રજાઓ એક સાથે પડી રહેલા ઝોનમાં ક્યાં જવા માટે વધુ સારી તક છે.