પાંચ દિવસ બાદ ભારતમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા 4 લાખની અંદર આવી.

સતત ચાર દિવસ સુધી કોરોના વાયરસના ચેપના ચાર લાખ નવા કેસ પછી,છેલ્લા 24 કલાકમાં ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને ચાર લાખની અંદર પહોંચી છે. ભારતમાં સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ રવિવારે ભારતમાં કોવિડ -19 ના 3,66,161 કેસ નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસ વધીને 2,26,62,575. થઇ ગયા છે. હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 37 લાખ છે

સોમવારે સવારે આઠ વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, ચેપને કારણે 3,754 લોકોનાં મોત પછી કુલ મૃત્યુઆંક 2,46,116 પર પહોંચી ગયો છે.

દેશમાં સારવાર હેઠળના કેસોની સંખ્યા વધીને, 37,45,237 થઈ છે, જે ચેપના કુલ કેસોના 16.53 ટકા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની રિકવરી દર 82.39 ટકા છે.

મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 1,86,71,222 લોકો ચેપગ્રસ્ત થયા પછી સાજા થયા છે, જ્યારે મૃત્યુ દર 1.09 ટકા છે.

ભારતમાં કોવિડ -19 કેસ ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખને પાર કરી ગયો હતો. આ પછી 23 ઓગસ્ટના રોજ ચેપના કેસ 30 લાખ, 5 સપ્ટેમ્બરના 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર કરી ગયા હતા.

ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક રોગચાળાના કેસો 60 લાખને, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા છે.

4 મેના રોજ ભારતમાં રોગચાળાના કેસ બે કરોડને વટાવી ગયા હતા.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધીમાં 30,37,50,077 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી રવિવારે 14,74,606 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here