મુશળધાર વરસાદને કારણે હૈદરાબાદમાં પૂર જેવી સ્થિતિ; 2 લોકો ડૂબી ગયા, 8 ફ્લાઇટ રદ

તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ગત રાત્રે મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ પછી, ઓલ્ડ સિટીની એક હોટેલમાં પાણી ઘુસી ગયું હતું. આ સિવાય ઘણાં ઘરો, ઓફિસ અને રેસ્ટોરન્ટમાં પણ પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદને કારણે પૂરના કારણે બે લોકો ડ્રેઇનમાં તણાય ગયા હતા, જેની શોધ કરવામાં આવી રહી છે.

ભારે વરસાદને કારણે વનસ્થલી પુરમ અને કુકટપલ્લીમાં નાળાઓ છલકાઈ ગયા છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. દરમિયાન વરસાદને કારણે આઠ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં, રેસ્ટોરન્ટ પાણી ભરેલી જોવા મળે છે અને નાળાઓમાં ફસાયેલી મોટર સાયકલ અને પીકઅપ ટ્રક વહેતી જોવા મળી છે. હૈદરાબાદ હવામાન વિભાગના નિયામકે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન હૈદરાબાદ સહિત તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

હૈદરાબાદના વનસ્થલી પુરાના ઘણા ભાગોમાં વરસાદને કારણે રસ્તાઓ સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. લોકો તેમના ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

એસીપી કે. પુરુષોત્તમએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડ્રેઇનમાં પાણી ભરાયા બાદ બે લોકો તણાય ગયા હતા. તેમણે કહ્યું કે બચાવ ટીમ તેમની શોધ કરી રહી છે. હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વરસાદી પાણી પણ લોકોના ઘરની અંદર પહોંચવા લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here