ક્રૂડના ભાવમાં બદલાવની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઇલની કિંમત માં દરરોજ બદલાવ જોવા મળી રહ્યો છે, તેના આધાર ઉપર દેશના અલગ અલગ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ અપડેટ થતી હોય છે આજે 15 માર્ચે બધા રાજ્યોમાં તેની કિંમત અપડેટ કરવામાં આવી છે, પરંતુ ક્યાંય કોઈ જાતનો ફેરફાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં 15 માર્ચે બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમત 78.29 ડોલર પ્રતિ બેરલ જોવા મળી હતી. જ્યારે WTI ક્રૂડ 72.19 પ્રતિ બેરલ પર જોવા મળ્યું હતું. કાલના મુકાબલામાં ક્રૂડની કિંમત થોડી વધી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ તો ક્રૂડના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ ઘટાડાની વચ્ચે પણ ભારતીય બજારમાં ઓઇલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટના જણાવ્યા મુજબ, ભારતની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર જોવા મળી રહ્યો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.27 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 102.63 અને ડીઝલનો ભાવ 94.24 રૂપિયા અને કલકત્તામાં પેટ્રોલનો ભાવ 106.03 પ્રતિ લિટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

આ ઉપરાંત અજમેરમાં પેટ્રોલનો ભાવ 108.43, ડીઝલનો ભાવ 93.67 શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 113.5 અને ડીઝલનો ભાવ 98.39 જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here