ઇથેનોલ અને બાયોફ્યુઅલ ઉત્પાદન પર ફોકસ કરોઃ પીએમ નરેન્દ્ર મોદી

પૂણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર માળખાકીય પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે પ્રયાસો કરી રહી છે અને અગાઉની સરકારોના વિલંબિત વારસાને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે સરકાર કાચા તેલ માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રદૂષણથી છૂટકારો મેળવવા, ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા અમે ઈથેનોલ અને બાયોફ્યુઅલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઇથેનોલ પ્રોજેક્ટથી ખેડૂતોને ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યું કે, સરકાર શહેરોમાં ઈ-વ્હીકલ અને સ્માર્ટ ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપે છે.વડાપ્રધાન મોદીએ પુણે મેટ્રોની બે લાઈનોના નિર્માણ બાદ જાહેર સભાને સંબોધિત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here