ભારતનું વિદેશી હૂંડિયામણ 457.46 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવી શિખર સર રહ્યું છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ 27 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 2.520 અબજ ડોલર વધીને 457.468 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયું છે. શુક્રવારે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. જ્યારે તેની અગાઉના સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડીયામણ 45.6 કરોડ ડોલર વધીને 454.948 અબજ ડોલરે પહોંચ્યું હતું.

સમિક્ષાધીન હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ વિદેશી ચલણમાં વધારો છે. તે વિદેશી હૂંડિયામણનો મુખ્ય ઘટક છે.શુક્રવારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 2.203 અબજ ડોલર વધીને 424.936 અબજ ડોલર નોંધાઇ હતી.

ડોલરમાં વ્યક્ત કરાયેલી વિદેશી ચલણ સંપત્તિમાં પણ યુરો,પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં વધઘટની અસર ફોરેન કરન્સી એસેટ્સ ઉપર થાય છે.સપ્તાહ દરમિયાન દેશનો સોનાનો ભંડાર પણ 26 કરોડ ડોલર વધીને 27.392 અબજ ડોલર પર પહોંચ્યો છે.આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથે દેશના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 20 લાખ ડોલર ઘટીને 1.441 અબજ ડોલર થયા છે. આ સાથે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં દેશનું રિઝર્વ પોઝિશન 5.8 કરોડ ડોલર વધીને 3.7 અબજ ડોલર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here