“હું શેરડીનો માણસ છું” પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પોતાનો વિડિઓ બનાવ્યો

શુક્રવારે દહેરાદૂનથી હરિદ્વાર જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રસ્તામાં ડોઇવાલાના જીવનવાલા શેરડીના રસ ડેપો ખાતે રોકાયા હતા. તેમણે પોતાનો વિડિઓ બનાવતા પોતાને “હું શેરડીનો માણસ છું”, તેમ ઓળખાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ભાજપની સરકારે શેરડીના ખેડૂતોની ભારે ઉપેક્ષા કરી છે. તેમને જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો શેરડીના ખેડૂતોને શેરડીનું મૂલ્ય પણ વધશે અને સાથોસાથ શેરડીમાંથી બનતી અન્ય પ્રોડક્ટ જેમ કે ગોળ સહિતમાં શેરડીના ખેડૂતોને ફાયદો થશે. શેરડીને લગતા સ્ટાર્ટ અપ માટેની નીતિ પણ સરકાર બનાવશે. તેમણે જણાવ્યું હતું કે અમારા માટે શેરડી બહુજ લાભકારી છે અને તેના રસ થી લીવરની બીમારી પણ દૂર થતી જોવા મળે છે. દેહરાદૂન,હરિદ્વાર અને ઉધમસિંહ નગરના લોકો માટે શેરડી એક તાકાત છે. જેનાથી તેઓ પોતાની આજીવિકા ચલાવે છે. તેમણે શેરડીનો રસ પીવડાવનાર વ્યક્તિને પણ થેન્ક યુ કીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here