નવી દિલ્હીમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હ્રદયરોગથી નિધન

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હ્રદય રોગનાં હુમલાનાં કારણે નિધન થયું છે. તેમની ખરાબ તબિયતનાં કારણે તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમાચાર મળતા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એઈમ્સ પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એઇમ્સ પહોંચ્યા છે. સુષ્મા સ્વરાજ ઘણા દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી તેઓ બીમાર હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક પાંચ ટ્વિટ કરી છે. તેમણે ભારતીય રાજનીતિમાં સુષ્મા સ્વરાજનાં યોગદાનને યાદ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘ભારતીય રાજનીતિનાં એક શાનદાર અધ્યાયનો અંત આવ્યો છે. ભારત આવા નેતાનાં નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોનાં જીવનને સમર્પિત કર્યું.’

તો દિલ્હીનાં ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ પણ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ જતાવ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘તેમના નિધનથી દુ:ખ પહોંચ્યું છે.’ આ સિવાય ગજેન્દ્ર સિંહ શેખાવત, સની દેઓલ, અનુરાગ ઠાકુર વગેરે નેતાઓએ પણ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

સુષ્મા સ્વરાજને રાત્રે 10 વાગીને 20 મિનિટ પર એમ્સ લાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક ઇમર્જન્સી વૉર્ડમાં લાવવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, હર્ષવર્ધન સહિત બીજેપીનાં વરિષ્ઠ નેતા AIIMS પહોંચવા લાગ્યા છે. કેટલાક કલાક પહેલા જ તેમણે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાને લઇને અભિનંદન આપ્યા હતા. સુષ્મા સ્વરાજ મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી હતા. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારામાં પણ મંત્રી હતા. 16મી લોકસભામાં તેઓ મધ્યપ્રદેશનાં વિદિશાછથી સાંસ રહી તરીકે ચૂંટાયા હતા.

प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.

— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019

આ વખતે તેમણે ખરાબ સ્વાસ્થ્યનાં કારણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો નહોતો. વિદેશ મંત્રી રહેતા તેઓ સોશિયલ મીડિયા પર ફરિયાદોને સાંભળવવા અને તેનું નિવારણ લાવવા માટે જાણીતા હતા. તેઓ દિલ્હીની મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. સુષ્મા સ્વરાજની તબિયત ખરાબ થયાના તરત બાદ તેમને હૉસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અત્યારે AIIMS પહોંચ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે થોડીવારમાં એમ્સની ટીમ તરફથી સુષ્મા સ્વરાજની સ્થિતિને લઇને નિવેદન જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here