બેંકોની સ્થિતિ માટે મનમોહન સિંહ અને રઘુરામ રાજન જવાબદાર: નિર્મલા સીતારમણ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને વળતો જવાબ આપ્યો છે. સીતારમને જણાવ્યું હતું કે, રઘુરામ રાજનના સમયમાં દેશની સરકારી બેંકોની સ્થિતિ વધારે ખરાબ હતી. રઘુરામ રાજનના સમયમાં માત્ર એક ફોન કોલથી જ લોન આપી દેવામાં આવતી હતી.

રઘુરામ રાજને દેશની ખરાબ આર્થિક સ્થિતિને લઈને કેન્દ્રની મોદી સરકારની આકરી ટીકા કરી હતી. રઘુરામ રાજને ગત દિવસોમાં એક લેક્ચરમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે પહેલા કાર્યકાળમાં અર્થવ્યવસ્થા યોગ્ય કામગીરી કરી નથી, કારણ કે સરકાર સમગ્ર રીતે કેન્દ્રીયકૃત હતી. આર્થિક વિકાસ દર હાંસિલ કરવા માટે સરકારની દ્રષ્ટિ સ્પષ્ટ હોય તેવું લાગતું નથી. જેના વળતા જવાબમાં સીતારમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે ડો.રાજન એ વાતથી સહેમત થશે કે મનમોહન સિંહનો ભારત પ્રત્યે ‘એક જેવો અને સ્પષ્ટ રીતે વ્યક્ત’દ્રષ્ટિકોણ રહેશે.

રઘુરામ રાજનને જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલંબિયા યૂનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુપામ રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટેનો સૌથી ખરાબ સમય હતો. તેમના સમયમાં અંગત નેતાઓને ફોન પર લોન આપવામાં આવતી હતી. રઘુરામના કર્યા જ આજે પણ બેંકો ભોગવી રહી છે. તેથી જ બેંકો ખાડામાંથી બહાર આવવા માટે PSU બેન્ક અત્યાર સુધી સરકારને મળનારી પૂંજી પર નિર્ભર છે. તમામ બેન્કોની મદદ કરવી તેમની પ્રાથમિકતા છે તેમ સીતારમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here