અત્યાર સુધીમાં ખાંડ મિલો પાસેથી રૂ. 70,000 કરોડના ઇથેનોલની ખરીદી કરવામાં આવી:નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકાર શેરડીના ખેડૂતોને મદદ માટે અનેક કદમ ઉઠાવી લઇ રહી છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક સમય હતો કે ખેડૂતો વધુ શેરડીનો પાક લેતા તો પણ તકલીફ રહેતી હતી અને ઓછો પાક થાય તો પણ તકલીફ રહેતી હતી અને આ સમસ્યાનો કોઈ ઉકેલ જરૂરી હતો. આ માટે સરકારે દેશભરમાં ઈથનોલનું ઉત્પાદન વધારવાનું નક્કી કરીને ખેડૂતોને મોટો ફાયદો પહોંચાડ્યો છે.

મોદીએ કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુ ઇથેનોલનું ઉત્પાદન વધારવાનું નક્કી કરવાનો મતલબ એ હતો કે શેરડી માંથી ઇથેનોલ બનાવવામાં આવશે જો તે વધુ ઉત્પાદન કરશે તો ઇથેનોલમાંથી ખેડૂતની આવક સુનિશ્ચિત થશે. માત્ર છેલ્લા વર્ષમાં જ દેશની શુગર મિલોએ ઓઈલ કંપનીઓને રૂ. 20,000 કરોડના ઈથેનોલનું વેચાણ કર્યું છે. આનાથી શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ મળી છે. 2013-14થી છેલ્લી સિઝન સુધી ખાંડ મિલો પાસેથી રૂ. 70,000 કરોડના ઇથેનોલની ખરીદી કરવામાં આવી છે. આ પૈસા શેરડીના ખેડૂતો સુધી પહોંચી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here