હવે આજથી 45 વર્ષથી ઉપરના લોકો પણ કોરોના વેક્સિન લઇ શકશે

નવી દિલ્હી: દેશભરમાં COVID -19 રસીકરણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે શરૂ થઇ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા (એનએચએ) ના સીઈઓ ડો.આર.એસ.શર્માની અધ્યક્ષતામાં કોવિડ રસીકરણની સ્થિતિ, ગતિ અને મુદ્દાઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જાહેરાત કરી હતી કે 45 વર્ષની ઉમરથી ઉપરના તમામ લોકો 1 એપ્રિલથી રસીકરણ માટે પાત્ર બનશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 45 વર્ષની ઉપરના બધા લોકો 1 એપ્રિલથી રસીકરણ માટે પાત્ર બનશે. રસીકરણ માટે એડવાન્સ બુકિંગ http://COin.gov.in દ્વારા કરી શકાય છે. જો તમે આમ કરવા માંગતા નથી, તો તમે બપોરે 3 વાગ્યે નજીકના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જેઓ સ્થળ પર નોંધણી કરાવી લેવા ઇચ્છતા હોય, તેઓને ઓળખ દસ્તાવેજ સાથે બપોરે 3 વાગ્યે નજીકના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર છે. દસ્તાવેજમાં આધારકાર્ડ, મતદાર આઈડી, બેંક પાસબુક, પાસપોર્ટ અને રેશનકાર્ડ લઈ શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે અહેવાલ આપ્યો છે કે, આ દરમિયાન, દેશમાં આપવામાં આવતી COVID-19 રસીની કુલ સંખ્યા વધીને 6.43 કરોડ થઈ ગઈ છે. ભારતે 16 જાન્યુઆરીએ COVID-19 રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here