ગોવાના શેરડીના ખેડૂતો થશે હેરાન

ગોવાની સંજીવની સહકારી શાખર કરખાના લિમિટેડમાં ચાલુ વર્ષે શ્વેરડી ક્રશિંગ ન કરવાનો નિણર્ય શેરડીના મોટા ફટકા સમાન બની રહેશે સપનાના ચુરેચુરા થઇ જશે તેમ ત્યાંના ધારા સભ્ય એલેક્સિયો લેજીનાલ્ડો લોરેંસિયોએ જણાવ્યું હતું . અહીંના ખેડૂતોએ 900 એકરમાં શરદીનું ઉત્પાદન કર્યું છે તે ખેડૂતો પણ હેરાન થઇ જશે.

બીજું બાજુ કોઓપરેશનના મંત્રી ગોવિંદ ગૌડેએ જણાવ્યું હતું કે અમે ખેડૂતોને મળ્યા છીએ અને તેઓને ચિંતા ન કરવાનું જણાવ્યું છે.મંત્રીએ જણાવ્યું હતું કે જે શેરડી ઉગી છે તેના નિકાલ માટે અમે મહારાષ્ટ્ર અને કર્ણાટકની નજીકની શેરડી મિલમાં લઇ જશું.

દરમિયાન ધારા સભ્ય એલેક્સિયો લેજીનાલ્ડો લોરેંસિયોએ મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે આ વર્ષે ક્રશિંગ ન થતા એ વાત નક્કી થશે હવે ગોવાની આ એકમાત્ર સુગર મિલ ચાલુ પણ થશે નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here