સોનાના ભાવ આસમાને:10 ગ્રામ સોનાનો ભાવ 44,000ને પાર

કોરોનાવાઈરસના થ્રેટને કારણે સોનાનાભાવમાં ભારે ભડકો જોવા મળી રહ્યો છે.જે લોકો સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમના માટે માઠા સમાચાર છે. છેલ્લા બે મહિના દરમિયાન સોનાની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી છે.ગુજરાતમાં આજે સોનાનો ભાવ 40,000 ને ક્રોસ કરી ગયો હતોપહેલા અમેરિકા-ઇરાન અને પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

10 ગ્રામના ભાવ 44 હજારને પાર પહોંચ્યા છે અને વૈશ્વિક સ્તરે તણાવ ઓછું થતા સોનાના ભાવ ફરી ઘટીને 39,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે.વૈશ્વિક બજારોમાં તેની સીધે અસર જોવા મળી રહી છે. કેટલાક દેશોમાં વાયરસને લઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે.આ પરિસ્થિતિઓમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત સમજી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ 44,000 પ્રતિ 10 ગ્રામ સુધી બોલાઈ રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતોના માટે અનુસાર સોનાનો ભાવ પણ વધીને જલ્દીથી ભાવ 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. દરમિયાન આ ભવ સાથે ખરીદી કરવી અઘરી પડી રહી છે અને એ રીતે સોનાના શો રૂમ ખાલી ખાલી જોવા અલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here