દેશમાં ઘઉંના વધેલા ભાવથી કેન્દ્ર સરકાર પરેશાન હતી. ઘઉંના ભાવની અસર લોટ પર જોવા મળી રહી છે. તાજેતરમાં ઘઉંના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની સૂચના પર, FCIએ ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાની યોજના તૈયાર કરી. કેન્દ્ર સરકારની આ કવાયતની અસર ઘઉંના ભાવ પર જોવા મળી રહી છે. તેનાથી સામાન્ય માણસને રાહત મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘઉંના ઘટેલા ભાવને લઈને કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાના નિર્ણયની અસર જથ્થાબંધ અને છૂટક બજારોમાં ઘઉંની કિંમતો પર જોવા મળી છે. ઘઉંના ભાવમાં પ્રતિ કિલો રૂ.5નો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સામાન્ય માણસને વધુ સસ્તા ઘઉં આપવા માંગે છે. આ માટે કવાયત ચાલી રહી છે. ઘઉંના ભાવ ઘટાડવા માટે જે પણ શક્ય બનશે. તેવા પગલા લેવામાં આવશે.
રુસો-યુક્રેન યુદ્ધ, વધુ નિકાસને કારણે ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ઘઉંના ભાવ વધારાને કારણે લોટ મોંઘો થવા લાગ્યો છે. લોટના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘઉંના વેપારીઓ લાંબા સમયથી નિકાસ પર મુક્તિની માંગ કરી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા અંગે કોઈપણ પ્રકારનો વિચાર કરી રહી નથી. ગયા વર્ષે મે મહિનામાં ઘઉં પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે 30 લાખ ટન ઘઉં બજારમાં ઉતાર્યા બાદ તેની અસર હોલસેલ અને રિટેલ માર્કેટમાં જોવા મળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘઉંનો જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3000 થી ઘટીને રૂ. 2500 પ્રતિ ક્વિન્ટલ થયો છે. રિટેલમાં ઘઉંનો ભાવ લગભગ રૂ. 3400 પ્રતિ ક્વિન્ટલથી ઘટીને રૂ. 2900 પ્રતિ ક્વિન્ટલ થયો છે. આ પ્રક્રિયા બાદ કેન્દ્ર સરકારે ઘઉંના ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી, જે પણ દેખાઈ રહી છે. તે જ સમયે, આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.