હવે GST રિટર્ન 30 નવેમ્બર સુધી ભરી શકાશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી ઓગસ્ટથી લંબાવીને ૩૦મી નવેમ્બર કરી આપવામાં આવી છે. આ સાથે જ જીએસટીના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ચોથી વાર લંબાવવામાં આવી છે.

રિટર્ન ભરવામાં અનેક અવરોધો આવતા હોવાથી કેન્દ્ર સરકારે એક સામટા ૯૦ દિવસનું એક્સટેન્શન આપી દીધું છે. જોકે અત્યાર સુધીમાં ત્રણ વાર એક્સટેન્શન આપવામાં આવ્યા હોવા છતાંય માંડ ૩૦ ટકા વેપારીઓએ તેમના રિટર્ન ફાઈલ કર્યા છે. કારણ કે ૯ સી અને ૯ નંબરનું ફોર્મ ભરવામાં વારંવાર એરર આવતી હતી.

જોકે આ નવા શિડયુલમાં પણ જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ પડવાની સંભાવના હોવાનું નિષ્ણાતોનુ કહેવું છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષનું જીએસટીનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૦મી નવેમ્બર ૨૦૧૯ કરવામાં આવી છે. તેના પછી એક જ મહિનામાં ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષનું જીએસટીનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી રહી છે. તેથી તેને પાછળ ધકેલવું પડે તેવી નોબત આવશે.

ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટે આવનારા મહિનાઓ અત્યંત હેક્ટિક બની જવાની સંભાવના હોવાનું જણાવતા નિષ્ણાતો કહે છે કે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આવકવેરાના ટેક્સ ઓડિટના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ ૩૦મી નવેમ્બરે જીએસટીના રિટર્ન ફાઈલ કરવાની છ્લ્લી તારીખ છે. ઓક્ટોબર મહિનર્માં દિવાળી હોવાથી રિટર્ન ફાઈલ કરવામાં સુસ્તી જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here