નવી સીઝન શરૂ થાય તે પૂર્વે જ ઉત્તર પ્રદેશમાં સરકાર અને ખાંડ મિલો આમને સામને

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર અને રાજ્યના ખાંડ મિલરો ઓક્ટોબરથી શરુ થનારી નવી ખાંડની સીઝન પૂર્વે અમને સામને આવી જવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉત્તરપ્રદેશના ખાંડ અને શેરડીના કમિશનર સંજય ભુઝરેડ્ડીએ આગામી સિઝન 2018-19 માં ખાંડ મિલો માટે શેરડી ક્ષેત્રને અનામત રાખવાની તારીખ નક્કી કરી છે અને 11 થી 22 દરમિયાન મળનારી મિટિંગ કે જેમાં તમામ ખાંડ મિલ પ્રતિનિધિઓ તેમના મંતવ્યો રજૂ કરવા માટે હાજર હોવાનું અપેક્ષિત છે, ત્યારે ઉત્તર પ્રદેશ સુગર મિલર્સ એસોસિએશને સરકારને પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાની તેમની અક્ષમતા વ્યક્ત કરી છે.

ઉત્તર પ્રદેશની ખાંડ મિલો દ્વારા સર્વસંમતિથી સરકારના અધિકારો સાથેની બેઠકોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, મિલરો કહે છે કે તેઓએ રાજ્ય સરકારને પોતાના પ્રશ્નો રજૂઆત કરી છે અને અને આગામી સિઝનમાં ક્રશિંગ કામગીરી હાથ ધરવા માટે તેમને સક્ષમ નાણાકીય સહાય પૂરી પાડવાની વિનંતી પણ કરી છે.

સરકાર સાથે હાલ કોઈ મિટિંગ માં ભાગ ન લેવાનું નક્કી કરવાની સાથે ખાંડ મિલરો દ્વારા સરકારને એવું સૂચન પણ કરવામાં આવ્યુ છે કે ક્રશિંગ સીઝન શરુ થઇ તે પેહેલા રેવેન્યુ શેરિંગ મોડેલની ચર્ચા અને સીઝન પૂર્વે નાનકીટ માળાની વાત પણ કરી લેવાં આવે અને ભાવ પણ નક્કી કરી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા અઠવાડિયે તેના પૂરક બજેટમાં બાકીના શેરડીના ભાવની ચૂકવણી માટે 5,535 કરોડ રૂપિયાની રકમ ફાળવી હતી. આ ફાળવેલ બજેટમાંથી, ખાનગી ખાંડ મિલોને રૂ. 4,000 કરોડની લોન સૂચવેલા ભાવની ચૂકવણી માટે આપવામાં આવે છે. ખાંડ મિલ્સને બાકી શેરડીના ભાવની ચુકવણીની સમકક્ષ લોન આપવામાં આવશે, જે શેરડી ભાડાની બાકીની રકમ સામે સીધી ખેડૂતોના ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવશે.

આ મિલોને રૂ .500 કરોડની ફાળવણી નાણાકીય સહાય રૂપે રૂ. 4.50 પ્રતિ ક્વિંટલ શેરડીને કરવામાં આવી છે. આ ખાંડ મિલોએ તમામ શેરડીના લેણાંની મંજૂરી આપી છે, આ રકમ રૂ. 4.50 પ્રતિ ક્વિંટલની ગણતરી કરીને તેમને ઉપલબ્ધ કરાશે.

જો કે, ઉદ્યોગ એવું માને છે કે આ રકમ અયોગ્ય છે અને તે ઉદ્યોગને તેમની બાકી રકમને સાફ કરવા અથવા આગામી સિઝન માટે મિલો તૈયાર કરવા માટે મદદ કરશે નહીં, અને મિલોની હાલત વધુ કફોડી બને તેવી વાત પણ છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here