તહેવારોની સિઝનમાં બમ્પર વેચાણને કારણે સરકારને રેકોર્ડ GST કલેક્શનની અપેક્ષા; મળી શકે છે 1.41 લાખ કરોડથી વધુ ટેક્સ 

તહેવારોની સિઝનમાં બમ્પર વેચાણને કારણે રેકોર્ડ GST કલેક્શન વધવાની અપેક્ષા છે, આ વખતે સરકારને 1.41 લાખ કરોડ રૂપિયાથી વધુ ટેક્સ મળી શકે છે.કોરોના કેસ ઓછા થતા મોટા હંગના બિઝનેસ ખુલ્લા થયા છે ત્યારે  અને નવેમ્બરમાં  તહેવારોની સિઝનમાં બમ્પર વેચાણને કારણે આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થનાર GST કલેક્શન નવો રેકોર્ડ બનાવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ વખતે 1.41 લાખ કરોડ રૂપિયાથી વધુનું GST કલેક્શન થઈ શકે છે.જો કે ત્યારબાદ જાન્યુઆરીમાં તેમાં થોડી નરમાઈ ચોક્કસ જોવા મળી શકે છે.

મળતી માહિતી મુજબ આ વર્ષે મે મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન થયું છે. આ આંકડો 1.41 લાખ કરોડ રૂપિયા હતો. GASTNના ડેટા અનુસાર ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ 7.35 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા છે. આ બિઝનેસનું GST કલેક્શન આ મહિનાના અંત સુધીમાં થઈ જશે. તે પછી ડિસેમ્બરમાં કલેક્શનનો ડેટા જાહેર કરવામાં આવશે.

મામલા સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર આ વખતે આ કલેક્શન દોઢ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી શકે છે. અત્યાર સુધીનો રેકોર્ડ જીએસટી કલેક્શન એપ્રિલ મહિનામાં હતો. ત્યારબાદ માર્ચ મહિનામાં 7.12 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. તે પછી અત્યાર સુધીનો રેકોર્ડ જીએસટી કલેક્શન એપ્રિલ 2021માં હતો.

જો કે હવે જાન્યુઆરી મહિનામાં GST કલેક્શનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ડેટા અનુસાર, 21 નવેમ્બર સુધી માત્ર 3.94 કરોડ GST ઈ-વે બિલ જ જનરેટ થયા છે. જે ઑક્ટોબરની દૈનિક સરેરાશ કરતાં ઘણી ઓછી છે. ઓક્ટોબરમાં દરરોજ સરેરાશ 23.70 લાખ ઈ-વે બિલ જનરેટ થયા હતા.

તે જ સમયે, નવેમ્બરમાં અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, દૈનિક ઇ-વે બિલની સરેરાશ માત્ર 18.76 લાખ છે. નિષ્ણાતોના મતે, તહેવારોની સિઝન પહેલા ખરીદીમાં તેજી આવે છે અને આ દરમિયાન ઘણી ખરીદી થાય છે. આ જ કારણ છે કે પછીના મહિનામાં ખરીદી સુસ્ત બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here