નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ઘઉંનું ઉત્પાદન વધારવા માટે સરકારે વ્યૂહરચના બનાવી છે આ માટે મધ્ય પ્રદેશ ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં અગ્રેસર બનવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 129.42 લાખ મેટ્રિક ટન (15.94 લાખ ખેડૂતો) અને વર્ષ 2021-22માં 128.15 લાખ મેટ્રિક ટન (17.25 લાખ ખેડૂતો)ની બીજી સૌથી વધુ ખરીદી નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં ખેડૂતોને MSP કરતા વધુ સારા ભાવ મળ્યા છે.
ખેડૂતોને વધુ સારા ભાવ આપવા માટેની યોજના માટે સરકાર શરબતી ઘઉં ને GI ટેગ મેળવવાની પ્રક્રિયામાં છે. આનાથી શરબતી ઘઉંના સારા ભાવ મેળવવામાં મદદ મળશે.
ખેડૂતો પાસેથી સીધી ખરીદી માટે 4500 થી વધુ ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેનાથી રાજ્ય સરકારને વધેલા ઉત્પાદનનું સંચાલન કરવામાં મદદ મળશે. મધ્યપ્રદેશમાં નહેર સિંચાઈ હેઠળનો 43 લાખ હેક્ટર વિસ્તાર છે. જે ઉત્પાદન વધારવા માટે પાકના નિર્ણાયક તબક્કે સમયસર સિંચાઈની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે.
મધ્યપ્રદેશમાં લગભગ 9.00 લાખ હેક્ટર વિસ્તારમાં શરબતી ઘઉંની ખેતી કરવામાં આવે છે. શરબતી ઘઉંની મુખ્ય જાતો C-306, સુજાતા (HI-617) JWS 17, અમર (HW 2004), અમૃતા (HI 1500), હર્ષિતા (HI 1531), HD 2987, JW – 3173 વગેરે છે.
રાજ્યમાં લગભગ 16.00 લાખ હેક્ટર વિસ્તારમાં દુરમ ઘઉંની ખેતી કરવામાં આવે છે. દુરુમ ઘઉં પુસા અનમોલ (HI – 8737), પુસા માલવી (HD – 4728), પુસા તેજસ (HI 8759), માલવશ્રી (HI – 8381), માલવ શક્તિ (HI – 8498), માલવ રત્ન (HD – 4672), MP0 – 1215, પુસા મંગલ (HI-8713), પુસા પોષણ (HI 8663), JW-1255, JW-1106 વગેરે લોકપ્રિય જાતો છે.
રાજ્યમાં લગભગ 75.00 લાખ હેક્ટર વિસ્તારમાં સામાન્ય ઘઉંનું વાવેતર થાય છે. લોક-1, GW – 322, GW – 273, GW – 366, GW – 173, MP – 1203, RVW – 4106, GW – 451, GW – 3288, JW – 3211, GW – 3382, JW – 1358, વગેરે. જાતો લોકપ્રિય છે.