સરકાર ઈથનોલનો ટાર્ગેટ વધારવા આગળ વધી રહી છે : મોદી

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર ઈથનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામને આગળ વધારવા કટિબદ્ધ છે.દેશ જે માત્રામાં ઓઇલ ઈમ્પોર્ટ કરે છે તેની માત્રા ઘટાડીને દેશનું હુંડીયામણ બચાવાની દિશામાં આગળ વધશે અને સાથોસાથ જનતાને ક્લીનર ફ્યુલ પણ મળી રહેશે.
હાલ રાજ્યો દ્વારા સંચાલિત માર્કેટિંગ કંપનીઓ ઈથનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ 5% ઈથનોલની મિલાવટ પેટ્રોલની સાથે કરે છે. 2022 સુધીમાં આ ટાર્ગેટ 10% સુધી લઇ જવા સરકાર પણ કટિબદ્ધ છે.
સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઈથનોલ મિશ્રિત કરવાનો લક્ષ મોટો રાખવામાં આવ્યો છે.આ દિશામાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.આ વર્ષે રેકોર્ડ બ્રેક 140 કરોડ લીટર ઈથનોલનું ઉત્પાદન થયું છે અન્રે 2030 સુધીમાં 20% ઈથનોલ મિશ્રિત કરવા ભારત ઈચ્છી રહ્યું છે. હાલ દેશ 80 % ઓઇલ ઈમ્પોર્ટ કરે છે.

રાજ્ય સંચાલિત માર્કેટિંગ કંપનીઓનું ઈથનોલ માટેનું નવું વર્ષ ડિસેમ્બરથી શરુ થઇ રહ્યું છે.આ વર્ષે ઈથનોલના પ્રોડક્શનને 329 કરોડ લીટર સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે.જે આ વર્ષ કરતા ડબલ પ્રોડક્શન બની રહેશે.સરકાર દ્વારા પણ ઈથનોલના ભાવ વધારીને ઈથનોલનું ઉત્પાદન કરવા માટે ખાંડ મિલોને પ્રોત્સાહિત કરી છે. સુગર કેન જ્યુઇસમાંથી ઈથનોલ બનાવામાં 25% નો ભાવ વધારો દઈને સરકારે અભૂતપૂર્વ નિર્ણય પણ લીધો છે.દેશના વડા પ્રધાને જણાવ્યું હતું કે બાયોગેસ પ્લાન્ટ ડેવલપ કરવા માટે પણ સરકારે 5000 કરોડ નું બજેટ ફિક્સ કર્યું છે. સાથોસાથ 12000 કરોડના ખર્ચે 12 બાયો રિફાઇનરીઓ પણ ઉભી કરવાનું સરકારે નક્કી કર્યું છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here