ભારત સરકારે PUBG સહીત 118 ચીનની એપ પર લગાવ્યો પ્રતિબંધ

ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત ઘર્ષણ થયાના રિપોર્ટ આવ્યા બાદ ભારત દ્વારા ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ભારત સરકારે ચીનની વધુ 118 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં ખાસ કરીના બાળકો અને યુવાનોમાં પોપ્યુલર બનેલી PUBG ગેમનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકાર દ્વારા ભારતની ડિફેન્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં લઈનેઆ નિર્ણય લીધો છે. આ પેહેલા પણ ભારતે 106 જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે કુલ 224 જેટલી ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નિર્ણય સાથે ભારતે ચીનને જોરદાર સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે.ભારતમાં ઘણો નફો રળતા અને યુઝર્સ ડેટા સાથે રમત રમનારી કંપનીઓને જોરદાર ઝાટકો આપ્યો છે.
ભારત સરકારના આ નિર્ણયથી ચીનના પેટમાં તેલ રેડાશે અને મહત્વનું એ છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે આ નિર્ણય લેવાયો છે તે ઘણું સૂચક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here