6 મહિનામાં બેન્કો સાથે થઈ 95,700 કરોડની છેતરપિંડી: નિર્મલા સીતારમનની કબૂલાત

સરકારે બેન્કોએ ચાલું નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 95,700 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના 5743 મામલાની સૂચના આપી છે. આ જાણકારી મંગળવારે સંસદને આપવામાં આવી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને રાજ્યસભામાં કહ્યું, ‘ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆસ) અનુસાર જાહેર ક્ષેત્રની બેન્કો (પીએસબી) દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, રિપોર્ટ કરાયેલા વર્ષ દરમિયાન એક એપ્રિલ 2019થી 30 સપ્ટેમ્બરના સમયગાળામાં 95,760.49 કરોડ રૂપિયાની છેતરપિંડીના 5743 મામલા આવ્યા છે.’

નાણાપ્રધાને લેખિત ઉત્તરમાં ગૃહને જણાવ્યું કે, 3.38 લાખ નિષ્ક્રિય કંપનીઓના બેન્ક ખાતા પર પ્રતિબંધ લગાવવા સહિત બેન્કોમાં છેતરપિંડીની ઘટનાઓ રોકવા માટે વ્યાપક ઉપાય કરવામાં આવ્યા છે. આ વચ્ચે અન્ય પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પંજાબ અને મહારાષ્ટ્ર સરકારી (પીએમસી) બેન્કના ગ્રાહકો માટે ઉપાડ સીમા વધારીને 50 હજાર રૂપિયા કર્યા બાદ બેન્કના 78 ટકા જમાધારક પોતાના ખાતાની તમામ રકમ કાઢી શકશે. પીએમસી બેન્કે 23 સપ્ટેમ્બર 2019ના (આરબીઆઈનો આદેશ લાગૂ થયાના દિવસે), પીએમસી બેન્કના કુલ ખાતાધારકોની સંખ્યા 9,15,775 હતી.

વર્તમાનમાં બેન્કોની સ્થિતિ ખરાબ થઈ ચુકી છે. એનપીએનો બોજ એટલો વધી ગયો છે કે બેન્ક લોન આપવામાં પોતાની અક્ષમતા અનુભવી રહી છે. બીજા ક્વાર્ટરમાં ઘણી બેન્કોને નુકસાન થયું છે. યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં આશરે 1194 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.યૂકો બેન્કને આશરે 892 કરોડ રૂપિયાની ખોટ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here