સસ્તી આયાતી ખાંડે બાંગ્લાદેશમાં સરકારી મિલોની ખાંડનું વેંચાણ ઠપ્પ કરાવ્યું

113

ઢાકા:કર્મચારીઓના પગાર અને ખેડૂતોના બાકી નાણાએ બાંગ્લાદેશમાં સરકારની માલિકીની સુગર મિલોને મૂકી દીધી છે. કેમ કે TK 342 કરોડની કુલ 57,065 ટન ખાંડ વેંચાય વગરની પડી રહી છે. અનેક સુગર મિલોના કામદારો છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પગાર અને બાકી રકમની માંગણી કરી દેખાવો કરી રહ્યા છે. બાંગ્લાદેશની સુગર અને ફૂડ ઉદ્યોગ નિગમ હેઠળ 15 સાહસોમાં ઉત્પન્ન થયેલ ખાંડ વેરહાઉસમાં પડેલી છે,જ્યારે બાંગ્લાદેશમાં અન્ય એક સરકારી ટ્રેડિંગ કોર્પોરેશન સ્થાનિક બજારમાંથી ડિસ્કાઉન્ટ ભાવે ખરીદેલી ખાંડની મોટી માત્રામાં વેચાણ કરી રહી છે.

BSFICના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુગર કોર્પોરેશનના ડીલરો પણ કોર્પોરેશન પાસેથી ખાંડ ખરીદવામાં અનિચ્છા બતાવી રહ્યા છે, કેમ કે આયાતી ખાંડના ભાવ BSFIC ખાંડના દર કરતા ઓછા છે. મિલોને ખાંડનો સ્ટોક વેચીને કામદારોના પગાર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું કે, ઉદ્યોગ મંત્રાલયે પણ આ હેતુ માટે સરકાર પાસેથી ભંડોળ માંગ્યું છે.

BSFICના અધ્યક્ષ સનથ કુમાર સહાએ મંગળવારે જણાવ્યું હતું કે, રમઝાન મહિનો હોવાને કારણે તેમણે ખાનગી રિફાઇનરોના નફા બુકિંગના પ્રયત્નો સામે પગલા લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વારા આયાતી અને શુદ્ધ ખાંડ પણ બીએસએફઆઈસી સુગર કરતા ઓછા ભાવે વેચાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here